‘જીત કે હાર રહો તૈયાર’ સેમિનારમાં જોડાવા ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને આયોજકોનો અનુરોધ
ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ પરીણામને લઈને ચિંતા અનુભવી રહ્યા છે ત્યારે તેઓ માટે સૌરાષ્ટ્ર યુથ ટીમ દ્વારા તા.૭નાં રોજ રોટરી કલબ ખાતે જીત કે હાર રહો તૈયાર નામનાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગત આપવા ચિરાગ ભટ્ટ, હેપી રાબડીયા, રાહુલ ડેથરીયા સહિતનાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પૂર્ણ થતા આજે અમુક વિદ્યાર્થીઓ આનંદ-ઉલ્લાસથી વેકેશનની રજાઓ માણી રહ્યા છે તો બીજીબાજુ અમુક વિદ્યાર્થીઓ માથે બોજો લઈને ફરી રહ્યા છે કે રીઝલ્ટ શું આવશે ? પરંતુ રીઝલ્ટ જે કંઈ પણ આવે તમામ વિદ્યાર્થીઓ માટે અમે રાજકોટની અંદર એક સુંદર સેમિનારનું આયોજન કર્યું છે જે સેમિનારને એક નામ અપાયું છે કે, ‘જીત કે હાર રહો તૈયાર’ આ સેમિનારના મુખ્ય વકતા અને મોટીવેશનલ સ્પિકર, રાહુલ ડેથરીયા પણ આવવાના છે.
આ સેમીનારનું આયોજન રફતાર ગ્રુપ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ભવનનાં યુવા પ્રમુખ યશભાઈ રાઠોડ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ભવનનાં સભ્યોનાં સાથ સહયોગથી આયોજન કરેલ છે. આ સેમીનારને કોઈ એન્ટ્રી ફી નથી, બિલકુલ ફ્રી છે. સેમીનાર તા.૭ના રોજ સવારે ૧૦ કલાકે રોટરી કલબ, ગોકુલ હોસ્પિટલ સામે, વિદ્યાનગર મેઈન રોડ ખાતે યોજાશે. વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે મો.નં.૯૯૭૮૦ ૧૦૫૦૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.