પ્રોડયુસર દિવ્યેન રાયઠઠ્ઠાએ પ્રધાનમંત્રીને પોસ્ટર અર્પણ કરી શુભેચ્છા સ્વીકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હુબહુ ચહેરાને લઈ આતંકવાદ સામે લડાઈનો અદભૂત મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ ‘નમો સૌને ગમો’ ઓનલાઈન રીલીઝ આજથી યુ ટયુબ પર નિહાળી શકાશે.પ્રાગટય ફિલ્મસ પ્રા.લી. રાજકોટ નિર્મિત ફિલ્મ ‘નમો સૌને ગમો’ના પ્રોડયુસર દિવ્યેન રાયઠઠ્ઠાએ વર્ષ ૨૦૧૪માં હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ફિલ્મ પોસ્ટર અર્પણ કરી શુભેચ્છા સ્વીકારેલ, તેમજ કર્ણાટક ગર્વનર વજુભાઈ વાળાની શુભેચ્છા સાથે રાજય સરકાર અને કેન્દ્ર સરકારના અવિરત સહકાર બદલ આભાર વ્યકત કર્યો છે.
‘નમો સૌને ગમો’ ફિલ્મ તા.૨૪.૪.૧૪ના રોજ ફિલ્મને ડિકલેર કરી અને તા.૧૮.૪.૧૪ મુંબઈ અને ગુજરાતમા રીલીઝ થ,, હુબહુ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈ રાજકીય અનેક પક્ષો એ દેશભરમાં ઈલેકશન કમિશનમાં વિવાદો ઉભા કર્યા, કંપનીએ અગાઉથી ફિલ્મને કોઈ રોકીનો શકે તે માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયયીક પગલા લીધેલ, લોકસભાના ઈલેકશન હોય તે વખતે ૧૦ દિવસમાંજ ફિલ્મને મોકૂફ રાખવાનો નિર્ણય કંપનીએ લીધેલ હતો. અને હવે જયારે સમગ્ર વિશ્વ આતંકવાદ સામે એકજુઠ થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મ એ સમગ્ર વિશ્વમાં રહેતા ગુજરાતીઓ ગૌરવ લઈ શકે અને આતંકવાદ સામે સરકાર લો એન્ડ ઓર્ડર કેવી રીતે હેન્ડલ કરતી હોય છે, તેનું અદભૂત ઉદાહરણ આ ફિલ્મમાં જોવા મળે છે.
‘નમો સૌને ગમો’ ફિલ્મ જે કાંઈ ઈન્કમ (નફો) જનરેટ થશે એ પ્રાગટય ફિલ્મ પ્રા.લી. દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવાનું કંપનીએ વર્ષ ૨૦૧૪માં ડીકલેર કરેલ છે.ફિલ્મને બનાવવા પ્રાગટય ફિલ્મ પ્રા.લી. ચેરમેન પ્રોડયુસર દિવ્યેન રાયઠઠા, ડાયરેકટર કે.અમર (મુંબઈ), સહપ્રોડયુસર યોગેશબાજ, લાલજી દેવરીયા, શરદ શર્મા, એડવોકેટ હેતલ શાહ ગ્રુપ (અમદાવાદ) તેમજ ગુજરાત અને મુંબઈના અનેક કલાકારોએ અદભૂત ઉદાહરણ પૂરું પાડેલ છે.