શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ મહેતા જૈન ઉપાશ્રયે પૂ. શ્રી ધીરગુરુદેવે પ્રવચનમાં ૬૫ વર્ષના દીક્ષા પર્યાયધારી બા.બ્ર. પૂ. જયોત્સ્નાબાઇ મ.સ. ના ચતુર્થ દિવસના સંથારાની અનુમોદના કરતા જણાવેલ કે શૂરવીર બન્યા વિના સંથારા થઇ શકે નહિ સહજાનંદી શુઘ્ધ સ્વરુપ અવસ્થામાં મહાસતીજી ઝુલી રહ્યા છે. પૂ. નર્મદાબાઇ મ.સ., ૫ૂ. પુષ્પાબેન મ.સ., પૂ. જયોતિબાઇ મ.સ., પૂ. સોનલબાઇ મ.સ., પૂ. હસ્મિતાબાઇ મ.સ., આદિ પૂ. પુનિતાજી મ.સ., આદિ તથા બોટાદના પૂ. અરુણાબાઇ મ.સ. આદિ વૈયાવચ્ચમાં સહભાગી છે. સંથારા યાત્રા અનુમોદનનો ભાવિકો લાભ લઇને ધન્ય બની રહ્યા છે. પૂ. અમિતાજી મ.સ. એડનવાલા આરાધના ભવનમાં પધાર્યા છે.પૂ. શ્રી ધીરગુરુદેવે ગોરૈયા તરફ વિહાર કરેલ છે. સંથારાના દર્શનાર્થીઓને સવારે ૮ થી ૧ અને બપોરે ૪ થી ૭ લાભ લેવા અનુરોધ કરાયો છે.
Trending
- વૃક્ષો ,નદી ,પ્રકૃતિના તમામ તત્વો બોલે છે પણ આપણે સાંભળી શકતા નથી: પૂ. મોરારિબાપુ
- પાઈન નટ્સ આર્થરાઈટિસના દુખાવામાં રામબાણ ઈલાજ, તેને રોજ ખાવાથી મળશે આટલા ફાયદા
- #MaJaNiWedding : ‘વાત વાતમાં’ શરુ થયેલો પ્રેમ પહોચ્યો લગ્ન સુધી
- 13ના આંકડાને કેમ “અનલકી” માનવામાં આવે છે ? શું છે આ અશુભ નંબરની વાત
- 25 દિવસમાં પાંચ હત્યા નીપજાવનાર સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ
- રાજુલા: ઘાતરવાડી ડેમ બચાવવા કવોરી લિઝો બંધ કરવા બુલંદ માંગ
- ગુજરાત પ્રવાસન વિભાગની અનોખી પહેલ; ફોટો ક્લિક કરો અને ઈનામ મેળવો
- 97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી જી.જી હોસ્પિટલનું 500 કરોડના ખર્ચે નવ નિર્માણ