પીજીવીસીએલે માર્ચ -૨૦૧૮માં ૧૦૩.૬૨ મિલીયન વોટ જયારે માર્ચ ૨૦૧૯માં ૧૦૫.૮૭ મિલીયન વોટ વીજળીની સપ્લાય કરી
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીથી બચાવતા વીજ ઉપકરણોની સંખ્યા વધી, તેનો ઉપયોગ પણ વધ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાનાં પ્રારંભે વીજળીનો વપરાશ ગત વર્ષ કરતા ૨૨.૫૨ લાખ વધ્યો છે. લોકો ગરમીથી બચવા નવા નવા વીજ ઉપકરણો વસાવી રહ્યા છે. તેમજ તેનો ઉપયોગ પણ વધારી રહ્યા હોવાથી વીજળીની માંગ વધવા પામી છે. પીજીવીસીએલે માર્ચ ૨૦૧૮માં ૧૦૩.૬૨ મીલીયન વોટ જયારે માર્ચ ૨૦૧૯માં ૧૦૫.૮૭ મીલીયન વોટ વીજળીની સપ્લાય કરી છે. જોકે ઉનાળામાં દર વર્ષે સામાન્ય રીતે વીજળીની માંગ વધતી જ હોય છે. જેનું કારણ આધુનીકરણ તેમજ વધતી જનસંખ્યા પણ છે.
ઉનાળાની શ‚આતથી જ ગરમીથી બચવા લોકો વીજ ઉપકરણોનો સહારો લેતા હોય છે. ઉપરાંત ઘણા લોકો ઉનાળાના પ્રારંભ પૂર્વે નવા વિજ ઉપકરણો પણ વસાવતા હોય છે. ઉનાળાની આકરી ગરમીમાં વીજ ઉપકરણોનાં વધુ ઉપયોગનાં કારણે વીજળીની ડિમાન્ડ પણ વધી જાય છે. સામાન્ય રીતે શીયાળા અને ચોમાસા કરતા વર્ષ દરમિયાન ઉનાળામાં રેસીડેન્ટ કનેકશનોમાં વીજળીનો વપરાશ વધુ જોવા મળે છે. ગત વર્ષ ૨૦૧૮માં માર્ચ માસમાં પીજીવીસીએલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૦,૩૬,૨૨,૦૦૦ યુનીટ વીજળીની સપ્લાય કરી હતી. જયારે ચાલુ વર્ષે માસ મહિનામાં પીજીવીસીએલે ૧૦, ૫૮, ૭૪, ૦૦૦ યુનીટની સપ્લાય કરી હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છનાં વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રણ માસના વીજ વપરાશના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ ૨૦૧૮માં જાન્યુઆરી માસમાં ૯,૮૦,૨૩,૦૦૦, ફેબ્રુઆરી માસમાં ૧૦,૧૨,૩૯,૦૦૦ અને માર્ચ માસમાં ૧૦,૩૬,૨૨,૦૦૦ યુનીટનો વપરાશ થયો છે. જયારે વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી માસમાં ૧૦,૪૧,૫૧,૦૦૦, ફેબ્રુઆરી માસમાં ૧૦,૪૧,૪૦,૦૦૦ અને માર્ચ માસમાં ૧૦,૫૮,૭૪,૦૦૦ યુનીટનો વપરાશ થયો હોવાનું નોંધાયું છે. સામાન્ય રીતે દર વર્ષે વીજળીની માંગ વધતી જતી હોય છે. આધુનીકીકરણનાં કારણે લોકો અવનવા વીજ ઉપકરણો વસાવતા જતા હોય છે. પોતાનું કામ સરળ બને તે માટે લોકો વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે.
ઉપરાંત વધતી જતી જન સંખ્યાનાં કારણે પણ નવા વીજ ઉપકરણોની આવશ્યકતા ઉભી થઈ રહી છે. તે વીજળીની માંગ ઘટવાનું કારણ છે. આ સાથે નવા વીજ કનેક્શનો પણ વીજળીની માંગમાં વધારો કરે છે. માટે દર વર્ષે એકંદરે વિજળીની સપ્લાયમાં થોડા થોડા અંશે વધારો થતો જાય છે. જે સામાન્ય છે. પરંતુ ખાસ કરીને દર વર્ષે માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં ગરમી પડતી હોય છે. આ ત્રણેય મહિનામાં વીજળીની માંગ વર્ષ દરમિયાન સૌથી વધુ હોય છે. માર્ચથી ઉનાળાનો પ્રારંભ થતો હોય છે. ત્યારે માર્ચથી જ લોકો ગરમીથી બચવા વીજ ઉપકરણોનો વપરાશ વધારી દેતા હોય છે. જેથક્ષ આ મહિનાથી જ વીજળીની માંગમાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે.
વીજળીના બીલ પર નિયંત્રણ કેમ લાવવું?
હંમેશા સ્ટાર રેટીંગને ધ્યાનમાં રાખીને વીજ ઉપકરણો ખરીદવા, વધુ સ્ટાર વાળા ઉપકરણો ઓછી વિજળી ખર્ચે છે.
વીજ ઉપકરણોને માત્ર રીમોટથી બંધ કરવાની ટેવ ટાળવી, મેઈન સ્વીચ પણ બંધ રાખવી, માત્ર રીમોટથી બંધ થયેલું વિજ ઉપકરણ બંધ હોવા છતા વીજળી વાપરે છે.
વાયરીંગમાં ફોલ્ટ હોય તો તે દૂર કરવો, વાયરીંગમાં ક્ષતીનાં કારણે વીજળીનો વ્યય થતો હોય છે.
વોશીંગ મશીનમાં ક્ષમતાથી વધુ કપડા નાખવા નહી, સમતાથી વધુ કપડા નાખવાથી વોશીંગ મશીનનો લોડ વધે છે. તેવી જ રીતે એસી પણ મિનીમમ ટેમ્પરેચર પર લઈ જવાથી વધુ વિજળી ખર્ચાઈ છે.
સીએફએલ અથવા અન્ય લાઈટ હટાવી દો, તેની જગ્યાએ એલઈડી લાઈટ લગાવવી જેથી વીજળીની બચત થઈ શકે.
ફ્રિજને નોર્મલ મોડ પર રાખવું, હાઈમોડ પર રહેલુ ફ્રિજ લોડ વધારે છે.
ઘણી વખત વીજ મીટરમાં ફોલ્ટ હોવાના કારણે પણ બીલ વધુ આવતુ હોય છે. આવા સમયે મીટરનું ચેકીંગ કરાવવું જરૂરી છે.
ખેતીવાડી કે રેસીડેન્સ કનેકશનમાં પાણી પાઈપમાં રહેલ બેન્ડ વધુ વીજળી ખર્ચે છે. જેથી પાઈપમાં બેન્ડ હોય તો તે દૂર કરવા.