બેટસમેનોને ધીમી વિકેટના કારણે ન મળ્યો લાભ: ૧૩૦ના લક્ષ્ય સામે હૈદરાબાદ ૧૮.૩ ઓવરમાં જીત હાંસલ કરી
આઈપીએલ-૨૦૧૯ની સિઝનમાં ઘણા ખરા મેચો ઉત્સાહવાળા રહ્યા તો આ સિઝનમાં બે મેચો ખુબ જ નિરશ નિવડયા હતા ત્યારે દિલ્હી કેપીટલ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જે મેચ રમાયો તેમાં દિલ્હી કેપીટલે પ્રથમ બેટીંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૩૦ રનનો લક્ષ્ય આપ્યો હતો. જે હૈદરાબાદે ૧૮.૩ ઓવર રમી લક્ષ્યાંકને સિદ્ધ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. ૧૦૩ રનનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ૧૮.૩ ઓવરમાં ૧૩૧ રન કર્યા હતા. તેમના વિકેટ કિપર અને ઓપનર જોની બેરસ્ટો શાનદાર શરૂઆત આપતા ૨૮ બોલમાં ૪૮ રન નોંધાવ્યા હતા અને તે મેન ઓફ ધી મેચ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યો હતો.
ટીમના અન્ય ખેલાડીઓ નિયમિત અંતરાળે આઉટ થતા રહ્યા હતા પણ સ્કોરબોર્ડનું દબાણ ન હોવાથી હૈદરાબાદે ૧૮.૩ ઓવરમાં મેચ જીત્યો હતો. દિલ્હી માટે રાહુલ તેવટીયા, અક્ષર પટેલ, સંદિપ લામીછાને, કગીસો રબાડા અને ઈશાન શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી. દિલ્હી કેપીટલ્સે ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવીને ૧૨૯ રન કર્યા હતા જેમાં દિલ્હીની ઈનિંગ્સ દરમિયાન નિયમિત વિકેટ ગુમાવી રહ્યું છે. દિલ્હી કેપીટર્લ્સ માટે શ્રેયસ અય્યરે સર્વાધિક ૪૩ રન નોંધાવ્યા હતા અને અક્ષર પટેલે ૧૩ બોલમાં ૨૩ રન કર્યા હતા. વાત કરવામાં આવે તો અન્ય કોઈ બેટસમેન ૨૦ રનનો અંક પણ વટાવી શકયું ન હતું ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્ર્વર કુમાર, મહોમદ નાબી અને સિઘ્ધાર્થ કોલે બે-બે વિકેટ લીધી હતી. જયારે રાશીદ ખાન અને સંદિપ શર્માએ એક-એક વિકેટ પ્રાપ્ત કરી હતી.
મહાન માહી મુઠ્ઠી ઉંચેેરો માનવી
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલા મેચમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સની હાર થઈ હોય પરંતુ ફરી એક વખત મહેન્દ્રસિંહ ધોની પોતાની આગવી શૈલી અને પોતાની છટાથી તેના ફેન્સ લોકોને એટલે કે તેના સમર્થકોને મોહી લીધા હતા ત્યારે કહેવાય છે કે, મહાન માહી મુઠી ઉછેરો માનવી બન્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલા મેચ બાદ ધોનીને વૃદ્ધ મહિલા મળવા આવી પહોંચી હતી જેની સાથે ધોનીએ સેલ્ફી લઈ પોતાની મહાનતા દેખાડી હતી. કોઈપણ એક ખેલાડી જયારે સર્વોચ્ચ શિખર પર બેસતો હોય છે ત્યારે તે પોતાની માનવતા કે પોતાની મહાનતા ભુલી જતો હોય છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીમાં આ ગુણ ખુબ જ સારો છે જેનાથી તેને અન્ય ખેલાડીઓની સરખામણીમાં ખુબ જ મહાન બનાવે છે. સાથો સાથ મહેન્દ્રસિંહ ધોનીએ સેલ્ફીની સાથે પોતાની ઓટોગ્રાફ આપેલી સીએસકેની જલ્સી પણ તેને વૃદ્ધ મહિલા સમર્થકને આપી હતી.