કરોડોની લાંચ એરફોર્સ અધિકારીઓ, ડિફેન્સ મિનિસ્ટ્રી અને રાજકારણીઓને આપવાની વાતની ઈડીની પુષ્ટિ
ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં એર્ન્ફોશમેન્ટ ડિરેકટરેટ એટલે ઈડી દ્વારા નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના આરોપી અને વચેટીયા મિસેલ ક્રિશ્ચિયમ દ્વારા અનેકવિધ ખુલાસા કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઈડી દ્વારા મિસેલની પુછપરછ કરાતા અનેક નામોની સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેણે પોતાની ડાયરીમાં રહેલા એપીનો અર્થ અહેમદ પટેલ, એફએએમનો અર્થ ફેમીલી જણાવ્યો હતો. આ ઉપરાંત મિસિસ ગાંધીનો પણ ઉલ્લેખ તેનો ઈડી સમક્ષ કર્યો હતો.
જોકે આ અંગે કોઈપણ સ્પષ્ટતા એર્ન્ફોશમેન્ટ ડિરેકટરેટ દ્વારા કરવામાં આવી નથી. મિસેલ કિશ્ચિયમના એક પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર તેમના જ પક્ષ દ્વારા ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપરના સોદા માટે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. મિસેલ ક્રિશ્ચિમને કોને-કોને લાંચ આપી હતી તેનો પણ ઈડીએ ખુલાસો કર્યો છે. એરફોર્સના અનેક ઉપરી અધિકારીઓ તથા રાજનેતાઓને પણ તેમના મળતીયાઓને કુલ ૩૦ મિલીયન યુરોની લાંચ આપી હતી ત્યારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડની ફરીથી સુનાવણી ૬ એપ્રીલના રોજ પટીયાલા હાઉસ કોર્ટમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે, આ કેસના આરોપી અને વચેટીયા સુસેન ગુપ્તાએ પણ મોટો ખુલાસો કર્યો હતો. ઈડીએ તેની કસ્ટડી અંગેની માંગણી પણ કરી હતી ત્યારે કોર્ટ સમક્ષ એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે જણાવ્યું હતું કે, સુસેનને પુછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં આરજીએ ૨૦૦૪થી ૨૦૧૬ સુધીમાં ૫૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી જે અન્વયે ઈડી દ્વારા સુસેન ગુપ્તાની કસ્ટડીની માંગ કરી છે.