પુજીત રૂપાણી ટ્રસ્ટ, રોટરી કલબ, અર્પણ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો: મુખ્યદાતા મહેતા દંપત્તિનું મોમેન્ટોથી સન્માન
પુજીત પાણી મેમોરીયલ ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન, અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદનાં સંયુકત ઉપક્રમે જરુરીયાત મંદ લાભાર્થીઓ માટે નિ:શુલ્ક શ્રવણ યંત્ર (હિયરીંગ એઇડ) વિતરણ તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાઇ ગયો. આ કેમ્પમાં કાન-નાક- ગળાના નિષ્ણાંત ડોકટર્સ ડો. સુનીલભાઇ મોદી, વંદનાબેન જતીનભાઇ મોદી, ડો. દર્શનભાઇ ભટ્ટ, ડો. જગમાલભાઇ ઘુસર તથા આંખના સર્જન ડો. અનિમેષભાઇ ધ્રુવ વગેરે ઉ૫સ્થિત રહી સેવા આપેલ હતી. જેમાં આંખના દર્દોનું નિદાન કરી આપેલ અને મોતીયા, ઝામર, વેલના ઓપરેશન તેમજ નેત્રમણી આરોપણ ઓપરેશનની વ્યવસ્થા તદન નિ:શુલ્ક કરી આપેલ. ઓછું સાંભળતા દર્દીઓની તપાસી જરુરીયાત મુજબ શ્રવણયંત્ર પણ નિ:શુલ્ક આપવામાં આવેલ.
કેમ્પનું ઉદધાટન અંજલીબેન તથા મેયર બીનાબેન આચાર્યના સાનિઘ્યમાં ડાયસ ઉપર ડોકટરોનીટીમ ઉપરાંત આ કેમ્પના મુખ્યદાતા દંપતિ ડો. રજનીભાઇ મહેતા, પ્રિતીબેન મહેતા, ભારત વિકાસ પરિષદનાં પ્રફુલભાઇ ગોસ્વામી, ટ્રસ્ટની તબીબી કમીટીના અગ્રેસર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ અધેરા રોટરી કલબના પ્રમુખ અશોકભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ કામદાર, ડો. મેહુલભાઇ પાણી તથા અમીનેશભાઇ પાણી વગેરે ઉ૫સ્થિત રહી દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો.
આ ઉ૫રાંત ટ્રસ્ટ સંચાલીત ઓપીડી સેન્ટરમાં નિત્ય માત્ર રૂ ૫/- ના ટોકન દરે દવા આપવામાં આવે છે અને તેમાં પણ બુધવારે નિ:શુલ્ક દવા આપવામાં આવે છે. આ ભવન ખાતે નિષ્ણાંત ડોકટર્સ માત્ર ૩૦ રૂપિયાના મામૂલી કન્સલ્ટીંગ ચાર્જથી નિદાન કરી આપે છે.
કેમ્પનાં મુખ્ય દાતા દંપતિ ડો. રજનીભાઇ મહેતા, પ્રિતિબેન મહેતાને ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી તથા મેટર બીનાબેન આચાર્ય દ્વારા મોમેન્ટો આપી બિરદાવવામાં આવેલ. તાજેતરમાં જ નેધરલેન્ડની સંસ્થા ડી. વાય.સી.એસ. તરફથી બાયસિકલ મેયર તરીકેનો પણ એવોર્ડ મેળવનાર દિવ્યેશભાઇ પટેલને મેયર બીનાબેન આચાર્યે શાલ ઓઢાડી બહુમાન કરેલ.કેમ્પના ઉદધાટન સમારોહનું સંચાલન તથા આભારવિધી ટ્રસ્ટના વરિષ્ઠ આગેવાન હસુભાઇ ગણાત્રાએ કર્યુ હતું.
કેમ્પમાં આશરે ૧૭૦ કાનના દર્દીઓમાંથી ૧ર૦ જેટલા દર્દીઓને શ્રવણયંત્ર આપવામાં આવેલ તેમજ આંખના ૧રપ દર્દીઓમાંથી ર૧ જેટલા જરુરીયાત મંદ દર્દીઓને આંખના મોતિયા, ઝામર, વેલનાં ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવશે.કેમ્પને સફળ બનાવવામાં ટ્રસ્ટ અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યકરો સી.કે.બારોટ, રાબિયાબેન સરવૈયા, કેતનભાઇ મેસવાણી, છગનભાઇ ચૌહાણ, હરેશભાઇ ચાંચીયા, ઉમેશભાઇ કુંડલીયા, તથા કર્મચારીગણ નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, પ્રિતિબેન મહેતા, શિતલબા ઝાલા, ધાનીબેન મકવાણા, નેહાબેન સોલંકી, વર્ષાબેન મકવાણા, શિલ્પાબેન કૃમારખાણીયા, દિપકભાઇ જોશી, જીજ્ઞેશભાઇ રત્નોતર, પૂજાબેન ભટ્ટી, વગેરેએ જહેમત ઉઠાવી કેમ્પને યશસ્વી બનાવેલ હતો.