લાભૂભાઇ ત્રિવદ્દી ઈજનેરી કોલેજમાં સાતમાં પ્રોજેકટ ફેરની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડિગ્રી અને ડિપ્લોમાની મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર જેવી દરેક બ્રાન્ચના ૫૦ જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિધ્યાર્થીઓએ પૂરા સેમેસ્ટર દરમિયાન સોસાયટીની તથા રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ પર રિસર્ચ કરી પ્રેક્ટિકલ વર્ક દ્વારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન બતાવેલ હતું.
પ્રોજેકટ ફેરનો શુભારંભ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે ફાલકન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ કોટડીયા, રાજકોટ એંજિનિયરિંગ એશોશીએશન આનંદભાઈ સાવલિયા, સરકારી ઈજનેરી કોલેજના હેડ્સ રમેશભાઈ પાંચાની, પ્રો. પી. આઈ. ભટ્ટ, પ્રો. આશા જોશી, પ્રો. કે.કે.દુદાની, દર્શન કોલેજના પ્રો. બાલાર, લાસકોન ઇન્ફોના વરુણ રાજા, એપ એક્ષ્પેર્ટ વિરાજ પડિયા, ટ્રીસોફ્ટ ડેવેલોપર્સના કરણ પીત્રોડા ખાસ ઉપસ્થિત રહી જજ તરીકેની ભૂમિકા અદા કરી હતી.
દરેક બ્રાંચમાંથી ઉત્કૃષ્ટ પ્રોજેકટોને વિજેતા તરીકે જાહેર કર્યા હતા. છેલ્લા વર્ષમાં ભણતા દરેક વિધ્યાર્થીઓએ ખૂબ જ ખંતપૂર્વક અવનવા મોડેલ રજૂ કરી પોતાની આવડત પુરવાર કરી હતી.