વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોમાં લાગેલી આગનું કારણ અકબંધ: પોલીસની બેદરકારી સામે લોકોમાં રોષ
સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી ચર્ચા માં રહયું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં સિટી વિસ્તાર માં ટ્રાફિક અન્ય ગુનાહિત પ્રવૃતિઓ વગેરે જેવી ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલિસ મથક ની ગઈ કાલે ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આ બાબતે લોકો માં રોસ ની લાગણી પ્રસરી ગઈ છે. સુરેન્દ્રનગર સિટી પોલિસ સ્ટેશન માં કોઈ પણ ગુના અથવા તો ચોરી કે અન્ય બનાવો માં પકડાયેલા વાહનો સિટી પોલીસ સ્ટેશન ના પાછળ ના ભાગે મુકવા માં આવે છે. ત્યારે ગઈ કાલે સાંજ ના સમયે સુરેન્દ્રનગર સિટી પોલિસ સ્ટેશન પાછળ ચોરી અને અન્ય ગુનાઓ માં પકડેલા વાહનો માં અચાનક આગ લાગી હતી.
ત્યારે આ આગ ને કાબુ માં મેળવા માટે સુરેન્દ્રનગરની નગરપાલિકા ની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ વાહનો માં લાગેલી આગ પર ઘણા સમય બાદ કાબુ મેળવ્યો હતો.ત્યારે આ અચાનક લાગેલી આગ માં ગુનાઓ માં પકડાયેલ ૨૫ થી વધુ વાહનો બળી ને ખાખ થયા હતા. ત્યારે સુરેન્દ્રનગર સિટી પોલિસ મથક ની નબળી કામગીરી સામે આવી છે.ત્યારે લોકો માં રોસ ની લાગણી વ્યાપી ગઈ છે.પોલિસ દવારા ફક્ત જાણવા જોગ નો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર પોલિસ મથક ટાવર પાસે આવેલું છે. ત્યારે ત્યાં આવેલા કોમ્પલેક્ષ પાસે છેલ્લા એક માસ થી રાજકોટ પારસિંગ નું લષ ૦૩ વ સિરીઝ નું ભમ૧૦૦ બાઇક પડ્યું હતું. ત્યારે આ કોમ્પ્લેક્સ ની બાજુ મા આવેલી ખુલી જગ્યા માં રાત્રી દરમિયાન આ બાઇક ને સળગાવી નાખવા મા આવ્યુ હતુ. ત્યારે આ બાબતે પણ આજુ બાજુ ના લોકો માં અનેક પ્રશ્ર્નો ઉદ્ભવ્યા હતા.