કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં તમામ પરિવારોને ઘરના ઘર મળી રહે તે માટે નિશ્ચિત લક્ષ્યાંક પૂરો કરવા બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને સરકારી અને ખાનગી ભાગીદારોથી ગૃહ નિર્માણની યોજનાઓ સરળતાથી અમલમાં મૂકવા અનેક ઉદાર પગલાઓ અને જોગવાઈઓના અમલ માટે તત્પર બની છે તો બીજી તરફ સુપ્રિમ કોર્ટે પણ લાખો ઘર ખરીદશે ને મોટી રાહત આપતા અભિગમમાં ખાનગી બિલ્ડરો દ્વારા ગ્રાહકોનીક મજબુરીનો લાભ ઉઠાવી બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે કરવામાં આવતી સમજૂતીમાં ગ્રાહકોને જ નુકશાન થાય તેવો અભિગમ પર કોર્ટે લાલ આંખ કરીને ગ્રાહકોનાં હિતને નુકશાન કરતા કરારોને અમાન્ય ઠેરવતા આદેશ કર્યો છે.
બિલ્ડરો પાસેથી ઘર ખરીદનારા ગ્રાહકોને ગેરલાભ થાય તેવા કરારોને રદ કરવાનો સુપ્રીમે આદેશ જારી કર્યો છે. મંગળવાર સુપ્રીમ કાષર્યે ગ્રાહક અને બિલ્ડર વચ્ચેના એક તરફી લાભવાળી જોગવાઈને અમાન્ય ઠેરવ્યા હતા. વડી અદાલતે ન્યાયમૂર્તિ યુ.યુ. લલીત અને ઈન્દુમલ્હોત્રાની સયુકત ખંડપીઠે જણાવ્યું હતુ કે બિલ્ડર કંપનીઓને મકાન ખરીદારો સાથે એક તરફી હિત સચવાય તેવી શરતો કરવા દેવાય નહિ ગ્રાહકોના હિતની જાળવણી પર જોખમ ઉભૂ કરનારા આવા કોઈ કરારોને કાયદેસર ન ગણાય.
દસ્તાવેજોમાં ગ્રાહકો પાસે સમજુતિના સિવાય કોઇ રસ્તો રહેતો નથી. અને કરારોમાં શરતો એવી રીતે દાખલ કરી દેવામાં આવે છે કે જનો સ્વીકાર કરવા સિવાય ગ્રાહકો પાસે કોઇ રસ્તો જ રહેતો નથી. અને પરીદારોને આર્થિક નુકશાન થાય છે કોર્ટે આવી જોડાવાઇઓને અસ્વિકાર કરી એક બિલ્ડરને વિલંબથી ફલેટનું પજેશન આપવાના કિસ્સામાં ૧૦.૭ ટકા ચડત વ્યાજ દર સાથે ૪.૮૩ કરોડ ‚પિયાનો વળતર ચુકવવા આદેશ જારી કર્યો હતો.
ગ્રાહકોને હંમેશા ફલેટની ખરીદીના કરાર અને દસ્તાવેજોમાં નુકશાન વેઠવું પડે છે. બિલ્ડરો દ્વારા કરવામાં આવતા દસ્તાવેજો હંમેશા ગ્રાહકોને જ ગેરલાભ અપાવનારા બની રહે છે. ગ્રાહક જો નાણા ચુકવવામાં વિલઁબ કરે તો તેને આકરા દરના વ્યાજ ચુકવવાની ફરજ પડે છે અને બિલ્ડરો આવા સોદાઓ અને મકાનના કબ્જાના કરારો રદ કરવા છુટમાં રહે છે. બીજી તરફ બિલ્ડરો જો સમયસર નવા ફલેટ અને મિલકતોના કબજો સોંપવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકોને વળતર આપતા નથી.
સુપ્રિમ કોર્ટે એક કિસ્સામાં ગ્રાહક અને બિલ્ડર વચ્ચે થયેલી કરારનો વિસ્તૃત અભ્યાસ કરીને ગ્રાહક જો સમયસર નાણા ચુકવવામાં મોડા પડે તો તેને ૧૮ ટકા ના વાર્ષિક દરે વ્યાજ ચુકવાનો અને જો બિલ્ડર કબ્જે આપવામાં વિલંબ કરે તો તેને ૯ ટકા ના દરે વ્યાજ ચુકવવાનો એપેક્ષ કોર્ટ મત વ્યકત કર્યો હતો કે આવા કરારો પાલન કરવા યોગ્ય નથી. કોર્ટે કહયું હતું કે આ કરાર એક તરફી ગણાય જેમાં ગ્રાહક પૈસા ચુકવવામાં વાર કરે તો તેને વ્યાજ ચુકવવાનું અને જો બિલ્ડર કબ્જો આપવામાં વિલંબ કરે તો તેને વળતર માટે છુટછાટ આપવામાં આવે છે. અદાલતે ગુરુગ્રામના બિલ્ડર પાયોનિયર અરબન લેન્ડ એન્ડ એન્ફાટ્રેકચર લિમિટેડની અરજી ખારી જ કરી હતી જેમાં ગ્રાહકને ૧૦.૭ ટકા ના દરે વળતર આપવાના બદલે ૬ ટકા ના દરે ચુકવવાની માંગણી કરી હતી.
કોર્ટે નોઘ્યું હતું કે બિલ્ડરને ખરીદાર હોમ લોન પર ૧૦ ટકા વ્યાજ ચુકવે છે તેથી તે બિલ્ડર પાસેથી ૧૦.૭ ટકા લેખે વળતર ચુકવવા હકકદાર છે. કોર્ટે બિલ્ડરને ત્રણ વર્ષથી ફલેટનો કબજો આપવામાં થતા વિલંબ અંગે ખરીદનારે ૨૦૧૨ મા કરેલા ૪.૮૩ કરોડના રોકાણના કેસમાં ૨૦૧૫ સુધી તેને ફલેટનો કબ્જો આપવામાં આવ્યો ન હતો. ગ્રાહકે ૨૦૧૭માં બિલ્ડર સામે કેસ દાખલ કર્યો હતો. બિલ્ડરે આ કેસમાં વ્યાજદર ઘટાડવાની માંગણી કરી હતી.
જેનો કોર્ટે અસ્વીકાર કર્યો હતો. કોર્ટે આ કેસમાં સ્પષ્ટ વલણ અખ્તપાર કર્યો હતો કે ગ્રાહક અંગેના અધિકારી ૧૯૮૬ ના કાયદાની કલમ-ર ની જોડાવાય મુજબ બિલ્ડરો દ્વારા વેચવામાં આવતા મકાનો અને ખાસ કરીને ખરીદારો સાથે કરવામાં આવતા દસ્તાવેજોમાં હિતની જાણવળી થવી જોઇએ.બિલ્ડરો અને ગ્રાહકોમાં થતા દસ્તાવેજોમાં મોટા ભાગે ગ્રાહકો જ સકંજામાં રાખતી જોગવાઇ કરવામાં આવે છે આવા એક તરફી દસ્તાવેજો કોઇ સંજોગોમાં માન્ય રાખી ન શકાય તેવો ચુકાદો આપ્યો છે.