શખ્સ અગાઉ નોટબંધી વખતે પણ ૩૦ લાખની જૂની નોટો સાથે પકડાયો’તો: જાલીનોટ ઘરે છાપતો હોવાની કબૂલાત

લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ ગેરકાયદેસર પ્રવુતિ રોકવા માટે સતત કાર્યરત હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ નજીકથી એક શખ્સને જાલી નોટો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. એસ.એન. સાટી અને જે.એમ. આલની સુચનાથી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ ખુલ્લી ફાટકથી રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ(ઉ.૩૧) રહે-હાલ કૃષ્ણનગર-૨,વાવડી રોડ મોરબી તથા મૂળ- સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦૦ ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કીમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ. ૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાલીનોટ સાથે ઝડપાયેલ આરોપી મૂળ મહેસાણાનો હોય જે વર્ષોથી મોરબી સ્થાયી થયો છે અને આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો જોકે પેઢી બંધ થયા બાદ તે જાલીનોટોના રવાડે ચડ્યો હતો આરોપી નોટબંધી સમયે પણ ૫૦૦ અને ૧૦૦૦ ના દરની જૂની નોટોની મોટી રકમ સાથે ઝડપાયો હતો તો તાજેતરમાં તેને ઘરે નકલી નોટો છાપવાનું શરુ કર્યું હોય જેને એસઓજી ટીમે બાતમીને આધારે દબોચી લીધો છે તો નકલી નોટો છાપવાનું મશીન કોની પાસેથી મેળવ્યું, અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.