વેલેડીટી પૂર્ણ થઈ ગઈ હોય તેવા ૬૫ ક્ધસેશન પાસ જપ્ત કરાયા

રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા શહેરમાં આંતરીક પરીવહન માટે સિટી બસ ચલાવવામાં આવી રહી છે. માર્ચ માસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ગેરરીતિ સબબ ૧૦ કંડકટર અને ૨ ડ્રાઈવરને કાયમી ધોરણે ફરજ મુકત કરવામાં આવ્યા છે. જયારે ૧૯૩ જેટલા મુસાફરો ટીકીટ વગર પકડાતા તેઓની પાસેથી રૂ.૧૯,૯૭૫નો દંડ વસુલ કરાયો છે. ૬૫ જેટલા કેસમાં વેલેડીટી પૂર્ણ થઈ ગઈ હોય તેવા ક્ધસેશન પાસ પકડાતા તે જપ્ત કરી લેવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ માહિતી મુજબ સિટી બસ સેવામાં ગેરરીતિ સબબ રામજી પરમાર, રાજુ પરમાર, ધિરજ રૂપારેલીયા, પાર્થ કાલરીયા, ગોપાલ ગોધકીયા, વિજય નાગાણી, રાજા બાબરીયા, રૂષભ ટાંક, નિકુંજ નગેશ અને રજની ખાખરીયા સહિત ૧૦ કંડકટરને કાયમી ધોરણે ફરજમાંથી મુકત કરાયા છે. જયારે ૫ કંડકટરોને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કંડેકટર પુરા પાડતી એજન્સીને રૂ.૩૩,૫૦૦ની પેનલ્ટી આપવામાં આવી છે. જયારે ગેરરીતિ સબબ સુખદેવ પરમાર અને સુભાષ મારડીયા નામના બે ડ્રાઈવરને કાયમી ધોરણે ફરજ મુકત કરાયા છે અને અન્ય ૪ ડ્રાઈવરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માર્ચ માસ દરમિયાન કુલ ૯,૯૦,૦૫૨ મુસાફરોએ સિટી બસમાં મુસાફરી કરી હતી જેના થકી મહાપાલિકાને રૂ.૬૩,૩૬,૪૨૫ની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.