રાજકોટના ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે અનસુયાબાઈ સ્વામીના શિષ્યા રત્ના પૂજય જયોત્સનાબાઈ મહાસતીજીએ સંથારો લીધો છે. આ સંથારો લેનારા મહાસતીજીએ પૂ.ધીરગુરૂદેવના દર્શન કરવાની વિંછીયામાં નિશ્રામાં રહેલા ગુરુદેવ પાસે વિનંતી લઈને પહોંચ્યું છે.
સંથારા આરાધક મહાસતીજીના દર્શન કરવા બહોળી સંખ્યામાં જૈન-જૈનતરો ઉમટી પડી રહ્યાં છે.‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જયશ્રીબેન શાહે જણાવ્યું હતું કે, જૈન સંઘમાં મેનેજીંગ ટ્રસ્ટી અત્યારે અનસુયાબાઈ સ્વામીના શિષ્યા રત્ના પૂજય જયોત્સનાબાઈ સ્વામીને સીનર્જી હોસ્પિટલમાંથી રજા આપીને ઉપાશ્રયએ લઈ આવ્યા છીએ.
જયોત્સનાબાઈ સ્વામીની ક્ષમતા એટલી બધી સરસ છે કે તેઓએ ખરેખર સભાન અવસ્થામાં સંથારો સ્વીકારવાની સંમતી આપેલ છે અને પૂજય ગુરૂદેવની આજ્ઞા લઈ ડોકટરોની બધાની પરવાનગી લઈ અને મહાસતીજીને તેવીયારો સંથારો કરાવવામાં આવ્યો છે. સંથારાનો આજે પહેલો દિવસ છે. દર્શનાર્થીઓની ભીડ સતત ચાલુ છે. છતાં પણ સ્વામીની ક્ષમતા એકદમ અનેરી છે. એનો આનંદ અસીમ છે અને ખરેખર મોક્ષ માર્ગના યાત્રી આવી જ ક્ષમતા રાખે એવી દરેકને આશા હોય છે. એટલે આવા સ્વામીને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે.
જો કોઈ પુણ્યશાળી જીવ હોય તો જ આવા સ્વામીના દર્શન પામી શકે અને એના માટે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના પુન્ય સવાયા છે. એટલે આવા સત્તી રત્નના પગલા અમારા ઉપાશ્રયમાં થયા છે. બસ એટલું જ કહીશ કે અમને પર આવા સ્વામી જેવી ક્ષમતા, શાંતિ ક્ષમા બધુ પરમાત્મા આપે એવી જ પ્રાર્થના છે.