કથાકાર કૌશિક ભટ્ટ વ્યાસપીઠે બિરાજશે: રકતદાન કેમ્પ, કાનગોપી, સંતવાણી, ભવાઇ સહિતના દરરોજ કાર્યક્રમો: સીતારામ ગૌશાળામાં અનેક અંધ અપંગ ગાયોની થાય છે સેવા, ગૌમુત્ર, દુધ, ઘી, છાશ કોઇપણ ચીજોનું વેચાણ કરાતુ નથી
રાજકોટથી ૩૦ કી.મી. દુર રીબડાથી નજીક વાળાધરી ગામે આવેલ ઓમ આનંદી આશ્રમ સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૬ એપ્રિલ થી ૧ર એપ્રિલ દરમ્યાન સંત રાજુરામબાપુના સાનિઘ્યમાં ગૌ સેવાના લાભાર્થે શ્રીમદ ભાગવાત સપ્તાહ તથા રકતદાન કેમ્પ કાનગોપી, સંતવાણી અને ભવાઇ મંડળ સહીત વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલ તાલુકાના વાળાધરી ગામ ખાતે આવેલ સીતારામ ગૌ શાળાએ યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ તા. ૬ થી ૧ર એપ્રિલ સુધી દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦દ વાગ્યા સુધી સુપ્રસિઘ્ધ કથાકાર કૌશિકભાઇ ભટ્ટ (રાણસિકિવાળા) વ્યાસાસને બીરાજી શ્રીમદ ભાગવાતનું અમૃતપાન કરાવશે.
પોથીયાત્રા શનિવારે સવારે ૯ કલાકે નીકળશે. જયારે તા.૮ ના રોજ સાંજે ૬ કલાકે નૃસિંહ પ્રાગટય ઉત્સવ. તા.૯ ના રોજ સવારે ૧૦ કલાકે વામન પ્રાગટય બપોરે ૧ર કલાકે રામજન્મ ઉત્સવ અને સાંજે પ કલાકે નંદ મહોત્સવ યોજાશે. જયારે તા.૧૦ ના રોજ સાંજે પ કલાકે ગીરીરાજ ઉત્સવ અને તા.૧૧ ના રોજ સાંજે ૫.૩૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ ઉજવવામાં આવશે. જયારે તા.૧ર ના રોજ બપોરે ૧૧ કલાકે કથા વિરામ લેશે.
આશ્રમના ભાગવત સપ્તાહ સાથે તા.૭ ના રોજ રાત્રે માધવ ગ્રુપ દ્વારા કાનગોપીનો કાર્યક્રમ તા.૯ ના રોજ મનસુખભાઇ વસોયા, અલ્યાબેન પટેલ ખીમજીભાઇ ભરવાડ તથા બાળ કલાકાર હર્ષ પીપળીયાનો સુંદર સંતવાણીનો કાર્યક્રમ તા.૧૧ ના રોજ મહાકાળી ભવાઇ મંડળનો કાર્યક્રમ યોજાશે. આ સાત દિવસીય કથાશ્રવણ અને આરતી દર્શન દરમ્યાન ઉ૫સ્થિત રહેનાર તમામ ગૌ કતો તથા શ્રોતાઓ માટે બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે.
આશ્રમમાં રહેલી ગૌમાતાના લાભાર્થે યોજાઇ રહેલ આ ભાગવત સપ્તાહમાં પધારવા ઓમ આનંદિ આશ્રમ સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાળાધરી સીતારામ અન્નક્ષેત્રના સંત રાજુરામબાપુ, મસ્તરામબાપુ, ગૌશાળા પરિવાર અને સમસ્ત વાળાધરી ગામ દ્વારા તમામ ગૌ ભકતોને જાહેર અનુરોધ કરાયો છે.
આ ગૌશાળામાં અસંખ્ય અંધ અપંગ અને નિરાધરા ગાયોની સેવા કરવામાં આવે છે. અને જાહેરમાં રઝળતી માંદી કે અકસ્માતનો ભોગ બનેલી ગૌ માતાને આશ્રમમા લાવી તેમની ડોકટર દ્વારા સારવાર કરવામાં આવે છે. ગૌશાળાના એકત્ર થતા ગૌ મુત્ર, ખાતર, દુધ, ઘી, છાશ સહીત કોઇપણ ચીજોનું વેચાણ કરવામાં આવતું નથી. વાળાધરી આશ્રમ ઉપરાંત શાપર વેરાવળમાં આવેલ શંકર ટેકરી આશ્રમ ખાતે ર૪ કલાક ચાલતા અન્નક્ષેત્ર ઉપરાંત પ્રતિદિન નિ:સહાય અશકત વૃઘ્ધાને ૪૦૦ જેટલા ટિફીન દ્વારા ભોજન કરાવવામાં આવે છે. આ આશ્રમથી ગાયના શુઘ્ધ ઘીમાંથી દરરોજ બનતો આશરે ૬૦ કિલો શીરો પ્રસુતાઓને હોસ્પિટલો સુધી પહોચાડવામાં આવે છે. જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે.