સૂર્યદેવ પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી પર પાડતા હોય સૂર્ય ઉપાસના કરવી ઉત્તમ; વણજોયું મુહૂર્ત ચૈત્રસુદ એકમે માતાજીની ઉપાસનાથી ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તી થાય છે
ચેત્ર શુદ એકમને શનીવાર તા.૬ના ચેત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. ઘટસ્થાપનનું મુહૂર્ત સવારે ૮.૧૦ થી ૯.૪૩ શુભ ચોઘડીયામાં કરી શકાય તે ઉપરાંત બપોરે અભિજિત મૂહૂર્તમાં ૧૨.૨૫ થી ૧.૧૪ સુધીમાં ઘટ્ટસ્થાપન કરી શકાશે.
આ દિવસ શાલિવાહનશક ૧૯૪૧નો પ્રારંભ થશે. તથા વિકારી નામ સંવત્સરનો પ્રારંભ થશે. તથા ૬ એપ્રિલ શનિવારના દિવસે ગુડીપડવો-ચેટીચાંદ પણ છે. આમ ચેત્ર માસની શરૂઆત થતા અનેક તહેવારોની શરૂઆત થશે. ખાસ મહત્વની વાત જોઈએ તો આજ દિવસથી પૃથ્વીનો પાદુભાવ થયો હતો.
માતાજીની ઉપાસના અને પિતૃકાર્ય માટે ચૈત્ર માસ ને ઉતમ માનવામાં આવે છે. ચેત્ર નવરાત્રી દરમ્યાન મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વષૅમાં ચાર વણજોયા મૂહૂર્તના દિવસો આવે છે.જેમાં બેશતુવર્ષ, ચૈત્ર શુદ એકમ, અખાત્રીજ અને દશેરાનો સમાવેશ થાય છે. આમ વર્ષનાં ચાર સૌથી ઉતમ ગણાતા દિવસો માનો એક દિવસ એટલે ચેત્ર શુદ એકમને શનીવાર.
આ દિવસે માતાજીની ઉપાસના કરવામાં આવે તો અનેક પ્રકારની સિધ્ધિની પ્રાપ્ત થશે.
ચૈત્ર શુદ એકમને આરોગ્ય એકમ પણ કહેવામાં આવે છે. ચેત્ર નવરાત્રી મા માતાજીની ઉપાસના કરવાથી ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તી થાય છે. ચૈત્ર મહિનામાં સૂર્ય ઉપાસના કરવી પણ શ્રેષ્ટ ગણેલ છે. ચૈત્ર મહિનામાં સૂર્ય પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી પર પાડે છે. આમ ચૈત્ર મહિનામાં પિતૃકાર્ય કરવું ઉતમ માનવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રી તા. ૬ થી ૧૪ સુધી રહેશે એટલે કે તા.૧૪ રામનવમીના ચૈત્રી નવરાત્રી પૂરા થશે અને રામનવમીના દિવસે બપોરે ૨.૧૨ મીનીટથી મીનારક કમુહર્તા પણ પૂરા થશે અને આજ દિવસે બપોરથી શુભ કાર્યોની શ‚આત થશે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદી જણાવે છે.
ચૈત્ર નવરાત્રી દરમિયાન પુજા ઉપાસના માટેને શ્રેષ્ઠ દિવસ
શનીવાર તા.૬ નવરાત્રી પ્રારંભ, સોમવાર તા. ૮ રવિયોગ, મંગળવાર તા.૯ કુમાર યોગ, ગૂરૂવાર તા.૧૧ સ્કંદષષ્ટી, શનીવાર તા.૧૩ દૂર્ગાષ્ટમી ભવાની પ્રાગટય દિવસે કુળદેવી ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. રવિવાર તા.૧૪ સવારે ૬.૩૦ થી ૭.૩૦ સુધી રવિપુષ્યામૃત યોગ છે. સાથે રામનવમી પણ છે.