આકરા ઉનાળામાં ચિંતાના વાદળો
છેલ્લા બે દિવસથી ધોળીધજા પર પાણીનું લેવલ ઘટવાના અને ત્રંબા પમ્પીંગ સ્ટેશન ઉપર પંપ રીપેરીંગના બાકી કામો પૂર્ણ કરવાના બ્હાના હેઠળ પાણી છોડવાનું બંધ કરાતા રાજકોટ માટે ફરી જળ સમસ્યાના એંધાણ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે સૌથી યોજના એક આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. આ યોજના અંતર્ગત જુદા જુદા જળાશયોને નર્મદા નીરથી ભરી અને લાખો કરોડો લોકોને તરસ છીપાવાઇ રહી છે. ખાસ કરીને આપણા રાજકોટ શહેરની જ વાત કરીએ તો સૌની યોજના રાજકોટવાસીઓની તરસ છીપાવવા તો મુખ્ય સ્ત્રોત બની ગઇ છે.
તાજેતરમાં જ સૌની યોજના અંતર્ગત રાજકોટનો આજી-૧ ડેમ નર્મદા નીરથી ભરાયો છે. બાદમાં ડેમમાં પણ નર્મદા નિર ઠલવાયું છે. અને હવે છેલ્લા પખવાડીયા કરતા વધુ સમયથી ગોંડલનાં વેરી બાદ રાજકોટ-જેતપુર અને ગોંડલને પાણી પુરુ પાડતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-૧ ડેમ માટે પણ નર્મદાનીર છોડવાનું હજુ શરુ કરારુ જ હતું.
ત્યાં જ સિંચાઇ ખાતાએ ગત રવિવારથી જ અને ભાદર-૧ ડેમ માટે નર્મદા નિર છોડવાનું બંધ કરી દેતા ફરી આગામી દિવસોમાં રાજકોટમાં જળ કટોકટી સર્જાય તેવા સંજોગો દેખાવા લાગ્યા છે. આ અંગેની સિંચાઇ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજી-૧ ડેમ કે જેની હાલ ર૦ ફુટ આસપાસ સપાટી છે. તેમાં છેલ્લા એકાદ માસથી નર્મદાનીર છોડવાનું બંધ કરી દેવાયું છે.
દરમ્યાન માં નર્મદા નીર છોડવાનું શરુ કરાયું હતું. છેલ્લા ર૦ દિવસથી સૌની યોજનાનું પાણી અને ગોંડલના વેરી તથા ભાદર માટે ૧પ દિવસથી નર્મદાનું નીર અપાઇ રહ્યું હતું. ની હાલ સપાટી ૧પ ફુટ જેટલી છે. અને ભાદર-૧માં પણ ૧૧ાા ફુટ જેટલા પાણી સંગ્રહ છે. ન્યારીમાં જુલાઇ સુધી ચાલે તેટલું અને ભાદરમાં જુન સુધી ચાલે તેટલું પાણી હાલ હોવાનું સિંચાઇ વિભાગના ઇજનેરી સૂત્રો જણાવી રહ્યા છે.
બરોબર ત્યારે જ ગત રવિવાર એટલે કે છેલ્લા બે દિવસથી ફરી અને ભાદર માટે નર્મદા નીર છોડવાનું સિંચાઇ ખાતાએ બંધ કર્યુ છે.સિંચાઇ ખાતાના ઇજનેર વર્તુળના જણાવ્યા મુજબ હાલ સૌરાષ્ટ્રની ચારે લીંકમાં પાણી ચાલુ છે. જેના કારણે છેલ્લા થોડા દિવસથી ધોળીધજા ડેમ ઉપરથી પાણીનું લેવલ ઘટવા પામ્યું છે.
આ ઉપરાંત ત્રંબા પમ્પીંગ સ્ટેશન કે જયાંથી આજી-ન્યારી ભાદર માટે પાણી છોડવામાં આવતું હતું.આ પમ્પીંગ સ્ટેશન ઉપરના પાંચ પંપોનો રીપેરીંગના બાકી કામો પણ પુરા કરવાના થાય છે. આથી ઉ૫રોકત કારણોસર હાલ છેલ્લા બે દિવસથી ફરી વેરી – ભાદર માટે પાણી છોડવાનું બંધ કરાયું છે.
જો કે સિંચાઇ ખાતાના ઉચ્ચ કક્ષાના વર્તુળો એવું પણ જણાવે છે કે, આજી- ન્યારી – ભાદરમાં જુનથી જુલાઇ સુધીનો પાણી જથ્થો ઉપલબ્ધ છે જ આમ છતાં ચાલુ ઉનાળા દરમ્યાન જરુર પડયે ફરી એક વખત ઉપરોકત ડેમોમાં પાણી છોડાશે. અને લોકોને પીવાનાં પાણીની સમસ્યા રહેવા દેવાશે નહીં.