વિછીયા પાંજરોપળમાં ચબૂતરાનું લોકાર્પણ: રવિવારે ગોરૈયા ગામે ધુમાડાબંધ જમણવાર
ગોંડલ સંપ્રદાયના શય્યાદાન મહાદાનના પ્રણેતા પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં રવિવારે સવારે ૯ કલાકે સામૈયું અને ૧૦ કલાકે ધર્મસભા રાખેલ છે. ત્યારબાદ ૧૧.૩૧ કલાકે વિંછીયાના વતની હાલ દિલ્હી, અમદાવાદ વસતા દિલીપભાઇ ધોળકીયાએ માવિત્રોની સ્મૃતિમાં હસુમતિબેન પોપટલાલ કાલીદાસ ધોળકીયા, સુમતિનાથ જૈન ઉપાશ્રયનું નિર્માણ કરેલ છે. જેનું ઉદધાટન કરાશે. તેમજ ગોરૈયા ગામનું ધુમાડા બંધ જમણવાર યોજાશે.
સુરેન્દ્રનગરથી ૭૦ કી.મી. રાજકોટથી ૯ર કી.મી. અમદાવાદથી ૧૬૫ કી.મી. અને વીંછીયા થી ૭ કી.મી ના અંતરે ગોરૈયા ગામ છે. ગોરૈયાને આદર્શ ગામનો એવોર્ડ મળેલ છે.
જયારે તા.૬ ને શનિવારે પૂ. ધીરગુરુદેવ નો સવારે ૭.૩૦ કલાકે મંગલ પ્રવેશ થયા બાદ વીછીયા મહાજન સંચાલીત પાંજરાપોળમાં ધોળકીયા પરિવાર પ્રેરિત ચબૂતરાનું ઉદધાટન અને ૯ કલાકે દેરાવાસી જૈન વાડીમાં જાહેર પ્રવચન યોજાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિલીપ, ભાવેશ, મેહુલ, મીનેષ જીજ્ઞેશ, વિજય વગેરે તેમજ સંઘ મહિલા વીંગ જહેમત ઉઠાવી રહેલ છે. પૂ. તા.પ ના પાળીયાદ પધારશે પ્રમીલા કીરીટ દફતરીનું સન્માન કરવામાં આવેલ.