મુસ્તાક મીરની હત્યાના ગુનાના સુત્રધાર ફરાર હોય ત્યારે તેના ભાઈને જામીન ન આપી શકાય
મારેબી શહેરના મુસ્તાક મીરની હત્યાના ગુનામાં આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા અને તેના સાગ્રીતો વિરુધ્ધ આરીફ મીરે ફરિયાદ નોંધાવેલી જે બાબતનો ખાર રાખી ફરી વખત તા.૦૮-૧૨-૨૦૧૮ના રોજ હથિયારોથી આરીફ મીર ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરવામાં આવેલું જે બનાવમાં નિર્દોષ સગીર વિશાલને માથાના ભાગે ગોળી વાગતા મૃત્યુ નિપજેલુ હોય જેથી તેઓ વિરુધ્ધ સિટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. સુરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કરણસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવેલી સદરહું કામમાં તપાસનીશ અધિકારીને આરોપી વિરુધ્ધ ગુન્હાને સાંકળતો પુરતો પુરાવો મળી આવતા તેઓ વિરુધ્ધ અદાલત સમક્ષ ચાર્જશીટ કરવામાં આવી હતી.
આ કામના આરોપી સુરેન્દ્રસિંહ ઝાલાએ ડીસ્ટ્રીક કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરેલી હતી.સરકાર પક્ષ તથા મુળ ફરિયાદી તરફે જામીન અરજીનો વિરોધ કરી દલીલ કરવામાં આવેલી કે ફરિયાદી તથા સાહેદોના નિવેદનો પરથી હાલના આરોપી મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાએ ગુન્હાના કામે વાપરેલ પિસ્તલને છુપાવવાનો પ્રયાસ કરેલો હોય આરોપીએ આ કામના મુખ્ય આરોપીને પ્રથમ ગુન્હામાં પેરોલ પર છોડાવવા હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન એપીયર થયેલા છે અને જેને કારણે આ કામના મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા ફરાર હોય અને તેઓ બંને સગા ભાઈ થતાં હોય જેથી તે તમામ સંજોગો તથા દસ્તાવેજી પુરાવાઓને લક્ષમાં લઈ સદરહું જામીન અરજી રદ્દ કરવા અરજી કરેલ છે. બન્ને પક્ષોની દલીલો, રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ આરોપી સુરેન્દ્રસિંહ મુખ્ય આરોપીના સગા ભાઈ થાય છે.
સહ તહોમતદારોનો “પેરીટીનો લાભ સુરેન્દ્રસિંહને મળી શકે તેમ નથી જે સંજોગોને લક્ષમાં લઈ જજ આર.એ.ઘોઘારીએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. મુળ ફરિયાદી વતી એડવોકેટ દરજ્જે લલિતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેશ ગોહેલ, મનીષ ગુરૂગ તથા નિશાંત જોષી તેમજ સરકાર તરફે આસી. ગર્વમેન્ટ પ્લીડર તરીકે આદ્રોજાભાઈ રોકાયેલા હતા.