સ્વામીનારાયણ મુખ્ય મંદીર ભુપેન્દ્ર રોડ રાજકોટમાં તા. ૧૪-૪ ચૈત્ર સુદ ૯ ને રવિવાર રામનવમીના પવિત્ર દિને સ્વામીનારાયણ મંદીરના (૧) રામનવમી (ર) સ્વામીનારાયણ જયંતિ (૩) મહાછપ્પભોગ દર્શનનો ભવ્ય ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમ વંદનીય પૂ. તપોમૂર્તિ હરિચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી) ની પાવન ઉ૫સ્થિતિમાં તેમજ સ્વામીનારાયણ મુખ્ય મંદીર ભુપેન્દ્ર રોડ,રાજકોટ ના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે સંપન્ન થશે.

રાજકોટ મદીરના બિરાજતા દેવોને સન્મુખ તા. ૧૪-૪ ના રોજે ૧૧ થી ૧ર સુધી દેવ ઉત્સવ મંડળ રાજકોટના કર્તવ્યનિષ્ટ પ્રમુખ જીતુભાઇ રાધનપુરા ના નેતૃત્વ નીચે ર્કિતન ભકિત કરશે. ૧૨ વાગ્યે મહંત સ્વામી રાધારમણદાસજી ભગવાન રામચંદ્રજીની આરતી ઉતારશે.

રાજકોટ સ્વામીનારાયણ મંદીરના ઇતિહાસમાં ત્રીજી વખત તૃતીય મહાછપ્પનભોગનું રાજકોટ સ્વામીનારાયણ મંદીરના વિશાળ ચોગાનમાં ભવ્ય ડોમમાં ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારના ૯ થી રાત્રીના ૧ વાગ્યા સુધી મહા છપ્પન ભોગ ના દર્શન ખુલ્લા રાખવામાં આવશે. રાજકોટની સનાતન ધર્મ પ્રેમી જનતાને મહાછપ્પનભોગના દર્શનાથે સહ પરિવાર પધારવા મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી પ્રેમભર્યુ નિમંત્રણ પાઠવે છે.

મહા છપ્પનભોગનો પ્રસાદ (અન્નકુટ પ્રસાદ) શહેરમાં રહેતા અંધ, અપંગ, નિરાધાર, ગરીબ, અનાથ, વૃઘ્ધાશ્રમો અનાથઆશ્રમો તેમજ વંચિતોને સતત ૩ દિવસ સુધી મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના હસ્તે વાહનો દ્વારા વંચિતોને પ્રસાદ પહોચાડી તેમને તૃપ્ત કરવામાં આવશે.

આ ઉ૫રાંત રામનવમીના દિવસે ભગવાન સ્વામીનારાયણની જન્મ જયંતિ પણ છે. રાત્રે ૯ થી ૧૧ કલાક સુધી દેવ ઉત્સવ મંડળ કિર્તન ભકિત કરશે. મહંત સ્વામી શાસ્ત્રી રાધા રમણદાસજી પ્રસંગોચિત ઉદબોધન કરશે.

આ પ્રસંગે વિવકસાગર દાસજી સ્વામી મહંત સ્વામી બાલાજી હનુમાનજી, હરિપ્રકાશદાસજી સ્વામી, મુનિવલ્સદાસજી સ્વામી, ભંડારીસ્વામી આત્મજીવનદાસજી સ્વામી, પૂજારી ભકતવત્સલદાસજી સ્વામી, ગૌ પ્રેમી વાસુદેવ પ્રસાદદાસજી સ્વામી કવિરાજ કિર્તન ભગત તથા નયન ભગત ખાસ ઉ૫સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.