શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ૪૪ જેટલા ગુનામાં સંડોવાયેલા ખંડણીખોર ઇભલો વડોદરા જેલ હવાલે
શહેરના મોરબી રોડ પર આવેલા ચામડીયાપરાના નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયાની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરાયો છે.
ચામડીયાપરાના ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા સામે છેલ્લા દસ વર્ષમાં જુદા જુદા પોલીસ મથકમાં ખૂનની કોશિષ, ખંડણી પડાવવી, લૂંટ ચલાવવી, મારામારી સહિત ૪૪ જેટલા ગુનામાં સંડોવાયો હોવાથી તેની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસાનું વોરન્ટ ઇસ્યુ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલાસ વિરેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા અને અમીત ટુંડીયા સહિતના સ્ટાફા પાસાના વોરન્ટની બજવણી કરી વડોદરા જેલ હવાલે કર્યો છે.
ઇબ્રાહીમ ઉર્ફે ઇભલા આ પહેલાં પાંચ વખત પાસા હેઠળ જેલ હવાલ કરાયો હતો. જેમાં સૌ પ્રથમ વખત ૨૦૧૧માં વડોદરા, ૨૦૧૨માં સુરત, ૨૦૧૩માં સુરત, ૨૦૧૪માં ભુજ અને ૨૦૧૬માં અમદાવાદ જેલ હવાલે કરાયો હતો.