મહિલા સંગઠન અખિલ હિંદ મહિલા વેસ્ટ ઝોન (બી) દ્વારા ઝોનલ કોન્ફરન્સ
મહીલા સંગઠન અખિલ હિંદ મહિલા પરિષદ વેસ્ટ ઝોન પશ્ર્ચિમ ભારત (બી) અંતર્ગતની વિવિધ શાખાઓના અગ્રણી હોદેદારો દ્વારા ઝોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ હિન્દ મહિલા પરીષદના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાકેશ ધવનજી અને જલવાયુ પરિવર્તન ક્ષેત્રે વૈશ્ર્વિક કક્ષાએ નામના મેળવનાર મહામંત્રી કલ્યાણી રાજ તથા ઝોનલ ઓર્ગેનાઇઝર ડો. ભાવનાબેન જોશીપુરાની ઉ૫સ્થિતિમાં મળી હતી. કોન્ફરન્સમાં સશકત સક્ષમ અને સ્વાવલંબી મહિલાની સંકલ્પના વ્યકત કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં આગામી વર્ષ માટે મહીલા કલ્યાણને અનુલક્ષીને વિવિધ પ્રકલ્પો, યોજનાઓ તેમજ કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી. અગ્રણી મહીલા તબીબો ડો. દર્શનાબેન પંડયા અને ડો. બબીતાબેન હપાણી વિશિષ્ટ અતિથિ તરીકે ઉ૫સ્થિત રહેલ અને બન્નેએ પરીષદ ની પ્રવૃતિઓને બિરદાવેલ.
ઝોનલ કોન્ફરન્સના સંવાહક ઝોનલ ઓર્ગેનાઇઝર ડો. ભાવનાબેન જોશીપુરાએ સમગ્ર ઝોનની વિવિધ શાખાઓ દ્વારા થયેલ કાર્યવાહીનો ચિતાર આપી અને જણાવ્યું હતું કે, અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રાજયની વિવિધ શાખાઓમાં વૃઘ્ધાશ્રમો, સ્વાવલંબન વર્ગો, કુટુંબ સલાહકેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, કૌશલ્યવર્ધન તાલીમ, સાક્ષરતા વર્ગો, ડે-કેર સેેેન્ટર કાનુની સહાય કેન્દ્રોથી લઇ વિવિધ કલ્યાણની પ્રવૃતિઓ તેમજ સ્યાથી પ્રકલ્પો ચલાવવામાં આવી રહેલ છે. આ ઉપરાંત એક દિવસીય કાર્યશાળાઓ અને પેરેન્ટીંગ વર્કશોપના આયોજનો વર્ષભર ચાલી રહેલ છે. રાકેશ ધવનજીએ જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વના ક્ષેત્રે તેમજ વિવિધ વ્યવસાયના ક્ષેત્રે મહિલાઓએ આગવી વહીવટી સૂજ અને મકકમ નેતૃત્વના દર્શન કરાવ્યા છે. ઉચ્ચ સ્થાન ઉપર વહીવટી નિપૂર્ણતા અને પારદર્શીતાના ઉત્તમ ઉદાહરણો પ્રસ્થાપિત કરેલ છે.
પરીષદ દેશના વિવિધ રાજયોમાં મહીલા સુરક્ષા, કલ્યાણ તેમજ સશકિતકરણના મંત્ર લઇ અને સાતત્વસભર રીતે કાર્યરત છે. લોકતંત્રના મહાઉત્સવ સમાન ચુંટણીમાં પણ પ્રત્યેક નાગરીકો જાગૃતિ બતાવી અને મતદાન લોકતંત્ર માટે અનિવાર્ય છે ત્યારે મહીલાઓ પણ ભારે મતદાન કરે તે માટે મહીલા સંગઠ્ઠનોએ કટ્ટીબઘ્ધ બનવું પડશે. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્ર્રીય મહામંત્રી વિશાનીબેન મહેતા, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ, લક્ષ્મીબેન ગાંધી, ગુજરાત શાખાના પ્રમુખ લતાબેન ચોકસી, રેણુકાબેન ચોકસી તેમજ રાજયભરના અગ્રણી મહિલાઓ એ હાજરી આપી હતી. ઝોનલ કોન્ફરન્સના સ્થળે સ્વાવલંબી પ્રવૃતિના વિવિધ આયામોનું જીવંત નિદર્શન તેમજ મહિલાઓના હુન્નર દ્વારા કલાત્મક વિવિધ ચીજવસ્તુઓએ ખુબ જ આકષણ બનાવ્યું હતું.