૧૬મીએ ‘આવો રે આવો મહાવીર’ભકિત સંગીત સંઘ્યા: જ‚રીયાતમંદોને નિ:શુલ્ક ચીજવસ્તુઓનું વિતરણ, ચપ્પલ વિતરણ, ચિત્રસ્પર્ધા, કુકીંગ સ્પર્ધા, પક્ષીઓને ચણ, ભિક્ષુકો-શ્રમિકોને કેરીના રસનું વિતરણ: ખ્યાતનામ વકતાઓનું વકતવ્ય, જૈન તંત્રીઓ, સાહિત્યકો, લેખકો, પત્રકારોનું અભિવાદન સહિતના કાર્યક્રમોની સર્જાશે હારમાળા, કાર્યક્રમની સફળતા માટે ૧૦૦ થી વધુ કમિટી સભ્યો કાર્યરત: જૈન અગ્રણીઓ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે
આગામી તા. ૧૭-૪-૧૯ ચૈત્ર સુદ તેરસના પાવન દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનો જનમ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો તે અંતર્ગત સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન સતત છઠ્ઠા વર્ષે અનેકવિધ આયોજનો આપવા ઉત્સુક છે. ચોવીસમાં તીર્થકર પરમાત્મા મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ચોવીસ દિવસ સુધી અલગ અલગ આયોજનો કરવામાં આવશે.
જેમાં જૈનોનું અતિલોકપ્રિય આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંગીત સંઘ્યાનું અનેરું આયોજન આગામી તા. ૧૬ એપ્રિલ મંગળવારની સાંજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણના વધામણાની પૂર્વ સંઘ્યાએ ભવ્ય વિશાળ મહાવીર મહાવીર નગરી બાલભવન ખાતે જાજરમાન સુપ્રસિઘ્ધ સ્તવનકારના કંઠે અને રાસ વૃંદ ના સથવારે નીતનવા નઝરાણા સાથે આ અનેરું આયોજન યોજાશે. જેમાં ભકિત સંગીત માણવા આવનાર ભાવિક ભાઇઓ – બહેનો અને ભૂલકાઓને ભવ્ય લકકી ડ્રો દ્વારા નવાજવામાં આવશે આ કાર્યક્રમની અંદર છેલ્લા ૩ વર્ષથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પ્રદેશ ભાજપ પ્રમુખની સિઘ્ધિ મેળવવા બદલ સમસ્ત જૈન સમાજની ઉ૫સ્થિતિમાં વિજયભાઇને ફૂલડેથી વધાવેલ હતા. એવી જ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના સુપ્રીમો નિરંજનભાઇ શાહનું પણ જૈન વિઝન દ્વારા સન્માન કરવામાં આવેલ.
આ વર્ષે પણ જૈન વિઝન એમના વિઝન દ્વારા કાર્યક્રમના મઘ્ય રાજકોટમાં ગત એક વર્ષમાં જૈનોના ચારેય ફિરકાઓમાં સંગમ અંગીકાર કરનાર સંગમીઓના પરિવારજનોનું અભૂતપૂર્વ અભિવાદન કરાશે જરુરીયાતમંદ સાધર્મિકોને નિ:શુલ્ક જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. ભાવિના ભગવાન જેવા ભૂલકાઓ માટે ભગવાન મહાવીર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું અનેરું આયોજન યોજોશ., જૈન કુકીંગ સ્પર્ધાનું તા.૬ એપ્રિલ શનિવારે બપોરના ૨.૩૦ કલાકે શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુની શેરી ૧૫૦ રીંગ રોડ ખાતે યોજાશે. તા. ૭ એપ્રિલને રવિવારે ઝુપડપટ્ટીમાં રહેતા કુમળાફૂલ જેવા બાલ નારાયણને ફનવર્લ્ડની અંદર વિવિધ રાઇડસ અને નાસ્તા સાથે આનંદ કરાવી નીમીતે બનશે. રેસકોર્સ મેદાનમાં તમામ સમાજના લોકો પક્ષીઓને ચણ આપવા પધારશે સંસ્થા તરફથી ચણની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
રાજકોટની સામાજીક સંસ્થાઓમાં અંધ મહિલા, મુકબુઘ્ધિર અપંગ બાલગૃહ, વૃઘ્ધાશ્રમ, જૈન બાલાશ્રમ, ગુંદાવાડી હોસ્પિટલ, આશાપુરા મંદીર, સ્વામીનારાયણ મંદીર, બાલાજી મંદરી આસપાસના ભિક્ષુકો, પાંજરાપોળના શ્રમિકોના બાળકોને કેરીના રસનું વિતરણ કરાશે અનેક લોકો આ વિતરણનો લાભ લેશે.
આગામી તા. ૧૦-૪ બુધવારે રાત્રે ૯ કલાકે હેમુગઢવી નાટય ગૃહ ખાતે ર૧મી સદીમાં જૈન દર્શન અનેરું આયોજન થશે યુવાનો સંગઠન એકતા સંસ્કાર વીઝન એક એવી સાંજ જેમાં કાજલ ઓઝા વૈધ, અંકિત ત્રિવેદી અને જવલંત છાયા સહીતના વિશ્વ વિખ્યાત વકતાઓ વાત કરશે.
કાર્યક્રમના મઘ્યે જૈન સાહિત્યકારો લેખકો, આદરણીય તંત્રીઓ, પત્રકારોનું અભિવાદન કરાશે. ભાર વિનાનું ભણતર વિષય ઉપર જાણીતા શિક્ષણવિદો માર્ગદર્શન આપશે. પ્રભુ મહાદીવનો જન્મ કલ્યાણ મહોત્સવ આવી રહ્યો હોય તે અંતર્ગત માનવતા લક્ષી બ્લડ ડોનેશન કેમ્પ તથા બાળકોને પગ ઠારવા નવા ચપલ વિતરણ કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વીઝનના ૧૮૦ થી વધારે લેડીઝ જેન્ટસ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. મહોત્સવ અંતર્ગત જૈન વીઝનના મિલન કોઠારી, નીરલ દોશી, બ્રીજેશ મહેતા, સુનિલ કોઠારી, કૈયીક વિરાણી, રાજીવ ધેલાણી, નીતીન મહેતા, જયેન્દ્રાઇ મહેતા, મહેશ કોઠારીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.