કોંગ્રેસ પક્ષમાં ચાર ફાટા: બે થી ત્રણ દિવસમાં કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરશે: પ્રમોદભાઈ દવેને દિલ્હીનું તેડુ
ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારમા અગાઉના ધારાસભ્ય પરશોતમ સાબરીયાએ રાજીનામુ ધરતા ખાલી પડેલી બેઠક પર ફરીથી પેટા ચુંટણી યોજી છે જોકે પરશોતમ સાબરીયા કોગ્રેસ ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી ભાજપમા ભળી જઇ ફરીથી પેટા ચુંટણીમા ભાજપ તરફેથી ઉમેદવારી નોંધાવી છે.
ત્યારે પેટા ચુટણીમા ભાજપે પરશોતમ સાબરીયાના નામ પર મહોર લગાડી છતા સામે કોગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી પોતાના ઉમેદવારનુ નામ જાહેર નથી કયુઁ. ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના કોગ્રેસમા છેલ્લા કેટલાક સમયથી આંતરીક જુથવાદ ચાલે છે આ વિસ્તારમા કોગ્રેસમા એક અથવા બે નહિ પરંતુ અસંખ્ય ફાટા નજરે પડે છે.
અહિ કોગ્રેસ રાજકીય પક્ષ તરીકે નહિ પરંતુ કોગ્રેસના બેનર નીચે જુદા-જુદા ગ્રુપ તરીકે કામ કરે છે જેમા પાટીદાર, ઠાકોર, અને અન્ય સમાજ એમ ત્રણ ગ્રુપ છે આ બાદ હાલમા યુથ કોગ્રેસના કાયઁકરો દ્વારા પણ પોતાનુ ગ્રુપ બનાવતા ધ્રાગધ્રા કોગ્રેસ ચાર ગ્રુપમા વહેચાઇ ગઇ છે. ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચુ:ટણીમા કોગ્રેસ દ્વારા ૩૩ દાવેદારોના સેન્સ લીધા હતા પરંતુ મુરતીયો નક્કી નથી થયો.
ગુજરાત કોગ્રેસની હાઇકમાન્ડમા માત્ર પાંચ દાવેદારોના નામ પેનલમા દિલ્હી સુધી પહોચ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોગ્રેસના આંતરીક સુત્રો પાસેથી મળતી વિગતો અનુશાર ધ્રાગધ્રા તથા હળવદ કોગ્રેસમા આંતરીક જુથ વાદ ચરમ સીમા પર હોવાથી અને કોગ્રેસમા અસંખ્ય ફાટા હોવાના લીધે પાટીદાર અથવા ઠાકોર સમાજના કોઇપણ વ્યક્તિને ટીકટ નહિ મળે તેવુ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ જેથી ગીતા પટેલ, સનતભાઇ ડાભી સહિતનાઓના નામની અટકળો ખોટી સાબિત થઇ છે.
કોગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પાટીદાર તથા ઠાકોર સમાજને ટીકટ નહિ આપતા હવે અન્ય સમાજના દાવેદારોમા હેમાંગ દવે, ડો.રાણા, પ્રમોદભાઇ દવે(બકાભાઇ)ના નામની પસંદગી કરાઇ છે જ્યારે દિલ્હી ખાતે પાંચ દાવેદારોની પેનલમા સુચવેલા નામોમા પાટીદાર તથા ઠાકોર સમાજના દાવેદારોના નામ ડીલેટ થતા હવે માત્ર પ્રમોદભાઇ ઉફેઁ બકાભાઇ દવેના નામ પર વિચારણા શરુ થઇ છે. જોકે પ્રમોદભાઇ ઉફેઁ બકાભાઇ દવે હાલ દિલ્હી ખાતેથી તેડુ આવતા દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે કોગ્રેસ દ્વારા અગાણી ૩૦માચઁના રોજ પેટા ચુંટણીના ઉમેદવારનુ નામ જાહેર થશે તેવુ પણ જાણવા મળ્યુ હતુ.