ગુજરાતની જનતા તમામ ૨૬ બેઠકો પર ભાજપને ભવ્ય મતોથી જીતાડશે
ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પરથી એન.સી.પી. ચૂંટણી લડવાની છે તે સામે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, આ લોકશાહી માટે સારી વાત છે. કોંગ્રેસને મહાગઠબંધનમાં એક વધુ ઝટકો પડયો છે. યુપી, દિલ્હી સહિત અલગ રાજયોમાં પણ કોંગ્રેસ સાથે કોઈ બેસવાં તૈયાર નથી. નેતૃત્વની નીતિરીતિથી કોંગ્રેસમાંથી સાથી પક્ષો અને નેતાઓ પણ છૂટા પડી રહ્યાં છે. ગુજરાતની જનતા થર્ડ પાર્ટીને કયારેય સમર્થન આપ્યું નથી અને આપશે પણ નહી.
શું નેશનલ કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) ભાજપની બનીને કામ કરશે ? તેનાં જવાબમાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, નેશનલ કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) તો કોંગ્રેસની એ-ટીમ છે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, એકબાજુ નેતૃત્વવિહિન, દિશાવિહીન ગઠબંધન છે અને બીજી બાજુ નરેન્દ્રભાઈ મોદીનું મજબૂત અને નવાં ભારતનાં નિર્માણ માટે પ્રગતિલક્ષી નેતૃત્વ છે. એકબાજુ માત્ર પરીવારવાદી અને ભ્રષ્ટ્રાચારી ગઠબંધન છે અને બીજી બાજુ સામાન્ય પરીવારમાંથી આવતાં પ્રામાણિક અને પરીશ્રમી નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે. ગુજરાત અને દેશની જનતા નરેન્દ્રભાઈ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાં ઈચ્છે છે એટલે ગુજરાતની જનતા તમામ ૨૬ બેઠકો પર ભાજપને ભવ્ય મતોથી જીતાડશે તેવો વિશ્વાસ છે.