તાજેતરમાં વધેલો ખોરાક આરોગ્યા બાદ આફરો ચડવાથી ૧૦ ગૌવંશના મોત નિપજયા: ગૌતમબુધ્ધ ગૌ સેવા આશ્રમની કલેકટરને રજૂઆત
ગૌતમબુધ્ધ ગૌ સેવા આશ્રમ સુરેન્દ્રનગરમાં ચલાવવામાં આવે છે અને જે આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને પ્લાસ્ટીક ખાવાથી ગાયોના મોત થયા છે. તે બાબતે લોક જાગૃતિ ઉભી થાય તેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, અને પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવે તે માટે રાજય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં અનેક વખત રજુઆતો પણ કરેલ છે.
ગણપતિ ફાટસર ગણપતિ મંદિરના પટાંગણમાં જાહેર કાર્યક્રમ તા.૨૪.૩ના રોજ રાખવામા આવેલ જેમાં દાળ, ભાત, શાળ જે વધેલો ખોરાક ગાયોને અને ગૌવશને નાખવામાં આવ્યો જેના કારણે અંદાજે ૧૦ જેટલી ગાયોના મોત થયા છે અને ૧૫ થી ૨૦ જેટલી ગાયોની સારવાર જીવદયા ચેરી. ટ્રસ્ટ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. અને આ ગાયો જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જાહેરનામું કે આદેશ બહાર પાડવામાં આવે અને કોઈપણ પ્રકારના ભોજન સાથેના મોટા કાર્યક્રમો રાખવામાં આવે ત્યારે વધેલો ખોરાક્ગાયોને કે અન્ય પશુને નહી નાંખી અને તેનો યોગ્ય નિકાલ આયોજન કરે તેવી શરતે જ કાર્યક્રમની મંજુરી આપવામાં આવે તેમ નટુભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.