‘મીશન શક્તિ’ની ઐતિહાસિક અપ્રતિમ સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા એનડીએ સરકારને અભિનંદન પાઠવતા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ પ્રમુખ વાઘાણી
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ તેમના સંયુક્ત નિવેદનમાં ભારતના ડીઆરડીઓ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વિની ભ્રમણકક્ષામાં ૩૦૦ કિલોમીટર સ્થિત લો અર્થ ઓર્બિટ સેટેલાઇટને, એન્ટી સેટેલાઇટ વેપન એ-સેટ દ્વારા તોડી પાડવામાં જે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી, તે બદલ દેશના વૈજ્ઞાનિકોને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત અને દૂરંદેશી નેતૃત્વમાં ભારત દેશ ઉપરોક્ત સિધ્ધિ હાંસલ કરનાર રશીયા, અમેરિકા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બન્યો છે અને આગામી સમયમાં સુરક્ષિત અને શક્તિશાળી ભારતનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સબળ વ્યક્તિત્વના હાથમાં છે તે ભારતનું સદ્ભાગ્ય છે તેમ વાઘાણીએ જણાવ્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એક સશક્ત અને યશસ્વી રાષ્ટ્રના નિર્માણ દ્વારા ભારત વિશ્વગુરુ પદે પ્રસ્થાપિત થવાના માર્ગે ખૂબ ઝડપી પ્રગતિ કરી રહેલ છે અને આવનારા ભવિષ્યના આ મંગળમંય એંધાણ છે.