નવા બનેલા રોડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
કેશોદ તાલુકાના ટીટોડી ઈસરા પીપળી સુધી આશરે છ કિલોમીટર નવો રોડ બાણુ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનુ ઈસરા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે નવો બનેલ રોડ ઉખડવા લાગ્યોછે રોડ નવો બન્યો ત્યારે પીડબલ્યુડી સુપરવાઈઝર કે કોઈપણ અધિકારીઓ દેખરેખ રાખેલ ન હતી રેઢુ કામ થયુ હોવાનુ અને નવા રોડના કામમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપો ઈસરા ગ્રામજનોએ કર્યા છે
નવા બનેલા રોડની સાઈડો માટીથી ભરવામાં આવીછે તેમાં માટીને બદલે મોટા મોટા પત્થરો નાખવામાં આવ્યાછે જે બાબતે ગ્રામજનોએ રજૂઆત કરતા રોડનુ કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે અમારી મનમાની જ ચાલશે અમને જેમ યોગ્ય લાગશે તેમ જ કરીશુ જે રોડની સાઈડો ભરવામાં પણ ગેરરીતિ થઈ હોવાનુ તથા રોડની પાલીસમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે
હાલમાં તાજેતરમાં ટીટોડી ઈસરા પીપળી સુધી આશરે છ કિલોમીટરનોબાણુલાખ ઓગણત્રીસ હજારનું ટેન્ડર મંજુર થયેલ હોય નવો રોડ બનેલછે તેમાં લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે તે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે યોગ્ય તપાસ કરવામાં આવશે કે નહિ તે આવનારો સમય બતાવશેતેમજ નવા બનેલા રોડના બમ્પ વણાંક દર્શાવતા બોર્ડ રોડ પટ્ટા કિલોમીટર દર્શાવતા ખાંભા તેમજ રીફલેકશન સ્ટીકર લગાવવામાં આવશે કે કેમ તે જોવાનુ રહયુ