આઈજી અને એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ બનાવની નોંધ લઈ ૩ આરોપીઓને તાત્કાલીક ઝડપ્યા
જૂનાગઢ ગઈકાલે રેલવે સ્ટેશન રોડ પર ગીતાલોજ પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવલે બે શખ્સો પર ખૂની હુમલો થયો હતો છરી બંદૂક જેવા ઘાતક હથીયારોથી ઘસી આવેલા આરોપીઓએ ગણતરીનાં સમયમાં એકવીસ વર્ષનાં મુસ્લીમ યુવાનને રહેસી નાખ્યો હતો. આ ખૂની ખેલની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં આશાસ્પદ યુવાનનું ખૂન થયાનું પોલીસે તારણ કાઢ્યું હતુ તેમજ આ ખૂની ખેલ આચરનારા ચાર શખ્સોમાંથી પોલીસે ગણતરીનાં સમયમાં ત્રણને ઝડપી લીધા હતા.
બનાવના વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ભારતમીલના ઢોરા પાસે લાંબા સમયથી ફકીર અને ગામેતી જૂથો વચ્ચે અદાવતો ચાલી આવે છે. ભૂતકાળમાં પણ આ અદાવતોમાં ખૂન અને મારામારીમા બનાવ બની ચૂકયા છે. જેમાં ગઈકાલે સાંજના સુમારે જૂનાગઢના મહેબુબ રૂબીબ સુમરા ઉ.૨૧ અને મોટાભાઈ એજાજ સુમરા એ ગીતાલોજ પાસેના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવા આવ્યા હતા.
ત્યારે જમાલ જુસબ દલ તથા એક ૧૬ વર્ષ અને બીજા ૧૭ વર્ષનો તરૂણ તેમની પાછળ છરી તથા બંદૂક લઈને આવ્યા હતા. મહેબુબ બાઈકની પાછળ બેઠો હતો ત્યારે ત્રણેય શખ્સોએ તેની પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મહેબુબના માથામાં છરી મારી દીધી હતી તેમજ શરીરનાં અન્ય ભાગે પણ છરીના ઘા માર્યા હતા. ૧૪ સેક્ધડની અંદર ૧૧ જેટલા છરીના ઘા મારતા મહેબુબનુઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતુ તેમજ ફાયરીંગમાં પેટ્રોલ પુરાવવાઆવેલ રીક્ષા ચાલક જીસાન હનીફ અમરેલીયાને પગમાં ગોળી વાગી હતી.
આ ઘટના બની ત્યારે એલસીબીનાં દર્મેશભાઈ વાઢેર તથા પ્રવિણભાઈ બાબરીયા અહી પેટ્રોલ પુરાવતા હતા ઘટનાના પગલે બંને કર્મચારીઓએ હિમંત દાખવી હત્યારાઓ પાછળ દોટ મૂકી હતી. ત્યાંજ એલસીબી પીએસઆઈ એન.બી. ચૌહાણ, ડાયાભાઈ કરમટા, અને દિવ્યેશભાઈ ડાભી દોડી આવ્યા હતા. અને આ શખ્સોને દબોચી લીધા હતા પોલીસે જમાલ જુસબ દલ ઉ.૧૯ તથા બે ત‚ણની અટક કરી હતી માત્ર ઘટનાની બે મીનીટ અંદર જ પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. જયારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો આ ઘટનાના પગલે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પેટ્રોલ પુરાવા આવેલા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. અને નાસભાગ થઈ હતી પોલીસે ચારમાંથી ત્રણ શખ્સોની અટક કરી હતી જયારે ફરાર શખ્સને ઝડપ લેવા એસ.પી.સૌરભ સિંઘના માર્ગદર્શનમા એલસીબી પીઆઈ ગોહીલ અને સ્ટાફે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. વધુમાં મહેબુબ સાથે આવેલા મોટાભાઈ એજાજ સુમરાએ પેટ્રોલ પુરાવતી મહિલાનું પર્સ લઈ ફાયરીંગ કરનારનો સામનો કર્યો હતો.
ફાયરીંગ કરે તે પહેલા પર્સ મારી ભગાડી મૂકયો હતો.જેની હત્યા થઈ છે તે મહેબુબ સુમરાએ ૧ વર્ષ પહેલા જમાલ જુસબ દલ ઉપર હુમલો કર્યો હતો. જેમાં જમાલ કોમામાં જતો રહ્યો હતો આ ઘટનાનું વેર વાળવા માટે બુધવારે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. અને મોત નિપજાવી બદલો લીધો હતો. મૃતક મહેબુબ સુમરા સહિત ત્રણ ભાઈઓ છે જેમાં એક ભાઈ અન્ય ગુનામાં જેલમાં છે એલસીબીનાં પોલીસ કર્મીઓએ જીવના જોખમે આરોપીઓને પકડી લેતા રેન્જ આઈજી સુભાષ ત્રીવેદીએ તમામ ર્ક્મચારીઓને ૩-૩ હજાર રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.