રાજકોટ ચેમ્બર દ્વારા કોમર્સ ઇન્ડસ્ટ્રી અને સિવિલ એવીએશન મંત્રી સુરેશ પ્રભુની ઉ૫સ્થિતિમાં મીટીંગ યોજાઇ
રાજકોટ મેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રનાં કોમર્સ ઇન્ડસ્ટ્રી અને સીવીલ એવીએશન મંત્રી સુરેશ પ્રભુની ઉ૫સ્થિતિમાં મીટીંગ યોજવામાં આવેલ. મીટીંગના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ સ્વાગત ઉદબોધન કરી ઉ૫સ્થિત સૌ સભ્યો, ઉ૫સ્થિત રીજીઓનલ ચેમ્બરો, એસોસીએશનના પ્રતિનિધિઓ તથા પ્રેમ મીડીયાના પ્રતિનિધિઓને આવકારેલ અને ચેમ્બર હરહમેશ વેપાર ઉઘોગને વધુને વધુ ગતિશીલ બનાવવા તથા તેઓને મુંઝવતા પ્રશ્ર્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છીએ તેમજ રાજકોટના નિકાસકારોના રીફંડના પ્રશ્ર્નો તેમજ એવીએશનને લગતા પ્રશ્ર્નો માટેજ આજની મીટીંગનું આયોજન કરી ઘટતું કરેલ છે.
ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ લાંબા સમયથી નિકાસકારોને જીએસટી પ્રક્રિયામાં નાની એવી ક્ષતિના કારણે અટકાવેલા આઇજીએસટી રીફંડ તથા જીએસટી સબંધી નિકાસકારોને મુંઝવતા પ્રશ્નો, ઉપરાંત રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને એર કનેકટીવીટીના, એરલાઇન્સ કંપનીઓની મોનોપોલી અને ભાડાના ઉચ્ચા દર વર્તમાન એરપોર્ટ રન-વે વિસ્ત્રુતિકરણની આવશ્યકતા અને રાજકોટનાં નવા એરપોર્ટના કાર્યને ગતિ આપવા વગેરે પ્રશ્નો મંત્રીના ઘ્યાન ઉપર મુકેલ. જેમાં નિકાસકારોને સ્પર્શતા મુખ્ય પ્રશ્નો અંગે નીચે મુજબના મુદાઓ વિગતુ રજેઆત કરવામાં આવેલ.
રાજકોટમાં હૈયાત એરપોર્ટ ખાતે ૧૦૪ મીટરના વધારાના રન-વેનું કામ પુર્ણ થઇ ગયેલ છે. અને દિલ્હીથી ફીઝીબીલીટી રીપોર્ટના ઇન્સ્પેકશન માટે ટીમ પણ વિઝીટ કરી ચુકેલ હોય પરંતુ આજદીન સુધિ ફીઝીબીલીટી રીપોર્ટ આવેલ નથી તેમજ સ્પાઇલ જેટ, ઇન્ડીગો એરઇન્ડીયા પાસે એટીઆર ની સુવિધા હોય તો તેને તાત્કાલીક અસરે શરુ કરવા અંગે ઘટતું કરવા રજુઆત કરેલ.
જયારે એસએમઇએસ આર્થીક રીતે સ્લોડાઉનમાં છે ત્યારે તેને પ્રોત્સાહીત કરવા અને સરકારના મેઇક ઇન ઇન્ડીયા ના સિઘ્ધાંતને ખરા અર્થમાં ફળીભૂત કરવા માટે રાજકોટ તથા સૌરાષ્ટ્રના જીવાદોરી જેવા ઉઘોગોને જરુરી પ્રોત્સાહન આપવું જરુરી છે.
જેમ કે સબમર્શીબલ પમ્પસ, સ્પેરપાર્ટસ, ડીઝલ એન્જીન તથા એન્જીનીયરીંગ પ્રોડકટસ હાલમાં એમઇઆઇએસ હેઠળ આ ઉત્પાદનનને ૩ ટકા નિર્યાત પ્રોત્સાહન મળે છે જે અગાઉ પ ટકા હતું. આ એકસપોર્ટ ઇન્સેન્ટીવ વધારીને ૭ ટકા કરવું અત્યંત જરુરી છે. રજુઆતમાં તેમ પણ જણાવવામાં આવેલ છે કે એસએમઇએસ આપણા અર્થતંત્રની કરોડરજુ છે અને તેના થકી ઘણા માણસોને રોજગારી મળે છે.
ઇન્કમટેકસ એકટ ના સેકશન ૮૦-એચએચસી સ્કીમ અન્વયે નિકાસ કરાયેલ વસ્તુ કે વ્યાપારી માલના નફાની આવક કરમુકત હતી તે ફરીથી કાર્યરત કરવી જોઇએ. કરપાત્ર વ્યકિત ભારતની કંપની અથવા દેશમાં સ્થાયી થયેલ વ્યકિત હોવી જોઇએ.મીંટીગમાં ખાસ ઉ૫સ્થિત કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર-ઉ૩ોગના પ્રશ્નને વાચા આપવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે. તે બદલ અભિનંદન પાઠવેલ તેમજ જે નિકાસકારોને તથા એવીએશનને લગતા મુંઝવતા પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ છે. તેનો યોગ્ય અને સત્વરે નિકાલ લાવવા માટે સહાનુભુતિ દર્શાવેલ