જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ચૂંટણી સ્ટાફ માટેની ફસ્ટ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. કુલ ૨૦ હજારના સ્ટાફ માટે હાથ ધરાયેલી આ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયામાં સ્ટાફને કઈ વિધાનસભા બેઠક પર ફરજ બજાવવાની છે. તે નકકી થયું હતુ. ઉપરાંત ૩૧મીએ સ્ટાફ માટે સંયુકત તાલીમ માટેનું આયોજન પણ કરસવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજરોજ જિલ્લા કલેકટર ખાતે ચૂંટણી સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતુ જિલ્લા ચૂંટણી અધિકારી ડો રાહુલ ગુપ્તા, ના.જિ. ચૂંટણી અધિકારી ધાધલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે ૨૦ હજાર કર્મચારીઓની ડેટાએન્ટ્રી તૈયાર કરવામા આવી છે. આ કર્મચારીઓને કઈ વિધાનસભા બેઠકમાં ચૂંટણી ફરજ બજાવવાની છે તે નકકી થયું હતુ. વધુમાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે આગામી ૩૧મીએ સંયુકત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગો વિધાનસભા બેઠક વાઈઝ યોજાવાના છે.
હાલ ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની વિધાનસભા બેઠક નકકી થઈ ગઈ છે. આગામી ૨૨ એપ્રીલે યોજાનાર અંતિમ રેન્ડમાઈઝેશનમાં કર્મચારીઓને કયા બુથમાં ફરજ બજાવવાની છે તે નકકી કરવામાં આવશે.