કારખાનેદાર સહિત ચાર શખ્સો રૂ.૯૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
જેતપુરના ભોજધાર પર આવેલા સોહીલ કોટન નામના કારખાનામાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા ચાર શખ્સોની એલસીબી સ્ટાફે ‚ા.૯૬૨૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ભોજધાર ખાતે આવેલા સોહિલ કોટન કારખાનામાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ એમ.એન.રાણા, પીએસઆઈ જાડેજા, હેડ કોન્સ. અનિલભાઈ ગુજરાતી, ભીખુભાઈ ગોહેલ અને દિવ્યેશભાઈ સુવા સહિતના સ્ટાફે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા તોફીક યુસુફ વડગામા, ઈકબાલ હાજી રાઠોડ, જુનેદ સુસફ ઘાંચી અને કાશમ ગફાર છાંટબાર નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૩૦૨૦૦ રોકડા, ૫ મોબાઈલ, ૨ મોટર સાઈકલ મળી રૂ.૯૬૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચારેય શખ્સોની પુછપરછ દરમિયાન ક્રિકેટ સટ્ટોની કપાત જેતપુરના અમરીશ જયસ્વાલ કલાલ અને વડીયાના વિરાજ વાળાને આપતા હોવાની કબુલાતના આધારે બન્ને શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.