પત્રકારત્વ ભવન દ્વારા ત્રિ-દિવસીય સ્ક્રીપ્ટ રાઈટીંગનું વર્કશોપનું ભવ્ય સમાપન
સૌરાષ્ટ્ર યુનિ.ના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન દ્વારા સ્ક્રીપ્ટ રાઈટીંગ ફોર ટેલિવિઝન એન્ડ ફિલ્મ વિષય પર ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઈસરોનાં પૂર્વ પ્રોજેકટ ડાયરેકટર તથા ફિલ્મ મેકર કમલેશ ઉદાસી, ઈ.એમ.આર.સી.ના પૂર્વ ઈન્ચાર્જ ડાયરેકયર અને સી.ડી.સી.ના પૂર્વ કો.ઓર્ડિનેટર હાલ અમદાવાદ મેનેજમેન્ટ એસો.ના શોર્ટયર્મ કોર્ષનાં કો. ઓડિનેટર ડો. માલતીબેન મહેતા, સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી, ફૂલછાબ દૈનિકના તંત્ર કૌશિકભાઈ મહેતા, જવલંત છાયા હાજર રહ્યા હતા.
શબ્દોના સ્વાગત સાથે પત્રકારત્વ ભવનના વડા ડો. નીતાબેન ઉદાણીએ ત્રિદિવસીય વર્કશોપની પૂર્વભૂમિકા બાંધી હતી. વધુમાં જણાવ્યું હતુ કે ફિલ્મો લોભામણી અને હૃદયસ્પર્શી છે. તેથી લોકપ્રિય છે એક સમયમાં વિચારોની અભિવ્યકિત માટે કાગળ પેન હતા અત્યારે ફોન સુલભ બન્યા છે. એક નવો વિચાર કેળવવા આ ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપનાં મેન્ટોર, કેન્દ્રસમા કમલેશભાઈ ઉદાસીએ વિષય પ્રવેશ કરાવવા જણાવ્યું હતુ કે, સિનેમાએ વિજ્ઞાનનો આવિષ્કાર છે. સિનેમાએ અભિવ્યકિતનું માધ્યમ છે. સમયાંતરે તેમાં કળાનું તત્વ ઉમરાયું અને બધી જ કલાઓનો સમન્વય તેમાં જોવા મળ્યો. આર્ટ રાઈટીંગ અને ડ્રાફર્ટ રાઈટીંગ વિષે વાત કરતા કહ્યું હતુ કે ન્યુઝ, ડોકયુમેન્ટરી, શોર્ટ ફિલ્મ, ફિચર ફિલ્મસ જેવું કોઈ પણ અભિવ્યકિતનું ફોરમેટ હોય એ તમામનો આત્મ રિફપ્ટ છે.
આ તકે ચાવીરૂપ વર્કતવ્ય આપતા ડો. માલતીબેન મહેતાએ સ્ક્રીપ્ટ રાઈટીંગને સિનેમાનો પાયો ગણાવ્યો હતો. વધુમાં સ્ક્રીપ્ટનું મહત્વ દર્શાવતા જણાવ્યું હતુ કે ફિલ્મોમાં, કાર્યક્રમોમાં સાયલન્સ પણ સ્ક્રીપ્ટનો એક ભાગ છે. આજે ફિલ્મજગતમાં ક્ધટેન્ટ રાઈટરની માંગ છે. ડિજિટલ પ્લેટફોર્મ આવતા યુવાપેઢીને ઘરી તકો ઉપલબ્ધ બની છે. ત્યારે આવા વર્કશોપ વિદ્યાર્થીઓનાં કૌશલ્યને નિખારવામાં ખૂબ ઉપયોગી સાબીત થાય છે. ફિલ્મોએ સમાજનું દર્પણ છે. આજે પ્રેક્ષક પણ વિઝયુઅલ ગ્રામરનું કૌશલ્ય ધરાવતો થઈ ગયો છે. ત્યારે સ્કીપ્ટ લષખનમાં દરેક બાબત પર ધ્યાન દેવું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સ્ક્રીપ્ટ એવી હોવી જોઈએ જે હૃદયને સ્પર્શે.
આ તકે વિદ્યાર્થીઓના લેખક કૌશલ્યને વિકસાવવા, નિખારવા પત્રકારત્વ ભવન દ્વારા લક્ષ્યવેધ નામનું સામયીક બહાર પાડવામાં આવે છે. તેનું વિમોચન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતુ. આ સામયીક જેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થાય છે. એવા નિલેશ પંડયાએ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવીને વિદ્યાર્થીઓ લખાયેલી વાચનસામગ્રીને દરેકને ચમકતા તારાની ઉપમા આપીને જણાવ્યું હતુ કે લક્ષ્યવેધ એ આકાશગંગા છે. ડો. યશવંત હિરાણી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ જયારે કાર્યક્રમની સમાપનવિધિ તુષારભાઈ ચંદારાણાએ કરી હતી.