રાજવાડી જમીન વિવાદના કારણે ૧૬ શખ્સો ધાતક હથિયારથી હુમલો કરી કરપીણ હત્યાની સુનાવણી પુરી

ગોંડલ પંથકના ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ રાણાની ૧૬ વર્ષ પહેલાં થયેલી હત્યા કેસની ૧૬ શખ્સો સામેની ગોંડલ સેસન્શ કોર્ટમાં સુનાવણી પુરી થતા ચુકાદો ગુ‚વાર સુધી મોકુફ રાખવામાં આવ્યો છે. રાજવાડીની વિવાદીત જમીનના કારણે પટેલ અને ગરાસીયા જુથ્થ વચ્ચે ચાલતા વૈમનશ્ય અને દુશ્મનાવટના કારણે ૧૬ શખ્સોએ હત્યા કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

ગોંડલ રાજવી પરિવારની કોટડા રોડ પર આવેલી કરોડોની કિંમતની જમીન વિક્રમસિંહ રાણા ખેતી કરતા હતા અને કબ્જો ધરાવતા હતા ભરેલા કબ્જે ભાજપના અગ્રણીઓએ જમીન ખરીદ કરતા દરબારો અને પટેલ વચ્ચે વૈમનશ્ય સર્જાયુ હતું અને વિક્રમસિંહ રાણા ૨૦૦૩માં સુરેશ્વર મંદિર પાસે બેઠા હતા ત્યારે રામજી મારકણા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

વિક્રમસિંહ રાણા હત્યા કેસની ગોંડલ સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં હત્યા કેસના સુત્રધાર મનાતા અને યુવા ભાજપના તે સમયના પ્રમુખ વિનુ શિંગાળા, કાનુ અને લાલજી ધનજી સિધપરાના મોત નીપજયા હોવાથી તેઓ સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો અને ૧૩ શખ્સો સામેનો ચુકાદો જાહેર કરવાનો હતો પણ ચાર શખ્સો કોર્ટમાં હાજર ન રહી શકતા ગોંડલ સેશન્સ જજ વ્યાસે ચુકાદો ગુરૂવાર સુધી મોકુફ રાખ્યો છે. સરકાર પક્ષે એડવોકેટ તરીકે ઘનશ્યામભાઇ ડોબરીયા અને મુળ ફરિયાદી વતી નરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.