ચેન્નઈ સુપર કિંગ્સે ૧૯.૪ ઓવરમાં ૧૫૦ રન કરી ૬ વિકેટે મેચ જીતી લીધો છે ત્યારે ચેન્નઈ માટે શેન વાેટસને ૨૬ બોલમાં ૪૪ રન અને સુરેશ રૈનાએ ૧૬ બોલમાં ૩૦ રન કરી શરૂઆતથી જ દિલ્હીને મેચની બહાર કરી દીધું છે. એક સમયે ચેન્નઈ મેચ વહેલો જીતી જશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ છેલ્લી ઓવર સુધી મેચ લંબાવતા લોકો કંટાળ્યા હતા અને ચેન્નઈ અને દિલ્હી વચ્ચેનો મેચ સુપરફલોપ નિવડયો હતો. કારણકે મેચ હોવા છતાં પણ ચેન્નઈ સુપર કિંગ દ્વારા ખુબ જ ધીમી રમત રમવામાં આવી હતી.  ચેન્નઈએ મેચમાં ૧૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૯૭ રન કર્યા હતા. કેદાર જાદવ ૧૩ અને સુરેશ રૈના ૩૦ રને રમી રહ્યા હતા જેમાં સેન વોટસન અમિત મિશ્રાની બોલીંગમાં સ્ટમ્પ થયો હતો જેને ૪૪ રને ટીમને મજબુત સ્થિતિમાં મુકી હતી. દિલ્હીએ પોતાની ૧૫ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૧૧૮ રન નોંધાવ્યા હતા. જેમાં રૂષભ પંથ ૨૫ અને શિખર ધવન ૪૬ રને રમ્યો હતો. આ મેચમાં શિખર ધવને અડધ સદી નોંધાવી હતી પરંતુ તેની અડધી સદી વન-ડેમાં નોંધાઈ હોય તે પ્રકારની રમત રમ્યો હતો. ફોરમેન્ટ ઝડપી રમતનું ફોરમેન્ટ છે પરંતુ ચેન્નઈ અને દિલ્હી વચ્ચેનો મેચ જાણે ખુબ જ કંટાળાજનક અને સુપરફલોપ નિવડયો હતો.121

અશ્વિન દ્વારા કરવામાં આવેલા આઉટ સામે બીસીસીઆઈ પણ ખફા: જેન્ટલમેન ગેમને લાગ્યું લાંછન

આઈપીએલ-૨૦૧૯ની ૧૨મી સીઝનમાં રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ખુબ રસપ્રદ મેચ રમાયો હતો જેમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિજય થયું હતું. આઈપીએલના ઈતિહાસમાં આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. કારણકે રાજસ્થાન રોયલના જોશ બટલરને જે રીતે અશ્વિનને માંકડેડ રીતે આઉટ કર્યો તે લોકોમાં આશ્ચર્યનો માહોલ ઉદભવિત થઈ ગયો હતો. આ આઉટ કરવા બદલ બીસીસીઆઈ પણ રવિચંદ્રન અશ્વિનથી જાણે ખફા થઈ ગયું હોય અને બે જુથો વચ્ચે બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે ક્રિકેટ જે જેન્ટલમેન ગેમ માનવામાં આવે છે તેના ઉપર લાંછન લગાવી દેવામાં આવ્યું છે. જો બોલર કોઈ બેટસમેનને આ પ્રકારે આઉટ કરવો હોય તો તેને અવગત કરવામાં આવે છે પરંતુ અશ્વિન દ્વારા બટલરને અવગત ન કરાતા તેને આઉટ કરતા વિવાદ વકર્યો હતો. પ્રતિઉતરરૂપે અશ્ર્વિને આ મુદે કોઈ પણ ટીપ્પણી દેવાનો ઈન્કાર કર્યો છે.

આમ્રપાલી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના મામલે મહેન્દ્રસિંહ ધોની સુપ્રીમના શરણે

123 1

આમ્રપાલી ગ્રુપ માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બ્રાન્ડીંગને લઈ અનેકવિધ કરારો કરવામાં આવ્યા હતા ત્યારે જે રકમ નકકી કરવામાં આવી હતી તે છેલ્લા ૬ વર્ષમાં આમ્રપાલી ગ્રુપ દ્વારા તેની ભરપાઈ કરવામાં આવી નથી. વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ સાથે ૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો જે છેલ્લા ૬ વર્ષ સુધી ન મળતા મહેન્દ્રસિંહ ધોની સુપ્રીમના શરણે પહોંચ્યો છે. કહેવાય છે કે આમ્રપાલી ગ્રુપ અનેકવિધ સેલીબ્રીટીઓ સાથે પોતાનો કરાર કરી પોતાનું બ્રાન્ડીંગ કરાવતું હોય છે અને કંપની દ્વારા અનેકવિધ લોકો સાથે છેતરપિંડી પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.