ગુજરાત હાઇકોર્ટે કેડિલા હેલ્થ કેર લીમીટેડ ને દાહોદની જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી કોઇપણ પ્રકારનું ચાર્જ વસુલવાની સ્પષ્ટ મનાઇ ફરમાવી દીધી છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂતિ એ.એસ.દવેની અઘ્યક્ષતામાં ખંડપીઠ સામે આવેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે કેડિલા કંપનીને સરકારી હોસ્પિટલની સારવાર માટે કોઇ ફ્રી ન લેવા આદેશ કર્યો છે.
દાહોદના ચાર નાગરીકોએ ગયા વર્ષે જાહેર હિતની અરજી કરી ફરીયાદ કરી હતી કે દાહોદ હોસ્પિટલ સત્તાવાળાઓ ગરીબ અને જરુરીયાત મંદ નાગરીકો પાસેથી સારવારના પૈસા વસુલવામાં આવે છે. કેડિલા હેલ્થ કેર લીમીટેડ સામે થયેલી અરજીમાં જણાવાયું છે કે ફીની વસુલાતથી અનેક જરુરીયાત મંદો દર્દીઓ પૈસાના અભાવે સારવારથી વંચિત રહે છે.
ધારાશાસ્ત્રી ઋતુરાજ મીના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં જીલ્લાની સરકારી હોસ્પિટલમાં ખાનગીકરણનો વિરોધ કર્યો છે. સરકારે સેલ્ફ ફાયનાન્સ કોલેજ માટે કેડિલાને ભાગીદાર બનાવી છે. અરજદારે કોર્ટમાં ફરીયાદ કરી છે કે ખાનગી કંપનીએ હોસ્પિટલ હસ્તગત કરતી વખતે કરવામાં આવેલ કરાર નો ભંગ કર્યો છે.
૨૦૧૭ સુધી જે હોસ્પિટલમાં તદ્દન વિના મુલ્યે સારવાર આપવામાં આવતી હતી ત્યાં હવે પૈસા વસુલવામાં આવે છે. દાહોદના આદિવાસી વિસ્તારના આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવવા સરકારે ૩૦૦ પથારીની સક્ષમતા ધરાવતી નથી. મેડીકલ કોલેજનું નિર્માણ કર્યુ હતું. હવે આ હોસ્પિટલમાં માત્ર ૩૦૦ દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે.૨૦૧૬-૧૭ માં દાહોદ સીવીલ હોિ૫સ્ટલમાં દરરોજના ૪૯૫ ઓટી દર્દીઅ અનુ ૨૩૭૩ મોટા અને ૬૩૫૮ નાના ઓપરેશનો ૨૦૧૭માં નોંધાયા હતા. દાહોદ આદિવાસી વિસ્તાર હોવાથી ગરીબ દર્દીઓ પાસેથી પૈસા લેવાથી મોટી સમસ્યા ઉભી થઇ છે.
અરજદારે તો હોસ્પિટલના ખાનગીકરણના કરારને જ રદ કરવાની દાદ માંગી છે તેમણે આક્ષેપ કર્યો છે કે આ હોસ્પિટલ એમસીઆઇના ધારાધોરણ મુજબ ઓછામાં ઓછી વીસ એકર જમીન તમામ તબીબી સુવિધાઓ નસીંગ કોલેજ, હોસ્ટેલ કે જે હોસ્૫િટલ પાસે જ હોવાની શરત હોય છે. તેના બદલે આ તમામ સુવિધાઓ મેનેજમેન્ટ હોસ્પિટલથી દુર ખસેડી લીધી છે.
કેડીલા હેલ્થ કેર લિમીટેડ દ્વારા સંચાલીત સરકારી હોસ્૫િટલમાં ગરીબ દર્દીઓ પાસેથી કરવામાં આવતી ફીની વસુલાત બંધ કરવાની જાહેર હિતની અરજી કોર્ટે ગ્રાહય રાખીને કંપનીને તાકીદે હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પાસેથી ફીની વસુલાત ન કરવા તાકીદ કરી છે. દાહોદની હોસ્પિટલ આદિવાસી વિસ્તારમાં કાર્યરત હોય ત્યાં આવતા દર્દીઓ પાસેથી કેડિલા કંપનીના મેનેજમેન્ટ દ્વારા કરાર ભંગ કરીને પૈસા વસુલાતા હોવાના આક્ષેપને કોર્ટે ગંભીર ગણ્યા હત