મતદારો ભેટ,દારૂની બોટલ,પોટલી જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો કિંમતી મત વહેંચી દયે છે
ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં એમ્પ્લોયમેન્ટ નહીં પરંતુ કવોલીટી એમ્પ્લોયમેન્ટ માટે કરી રહ્યું છે માંગ
હાલ લોકસભાની ચુંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે છેવાડાના માનવી સુધી રાજકીય પક્ષો પહોંચી તેમનો સ્વાર્થ સાર્થક કરવા કઈ રીતે લોકોના મત અંકે કરવા તે અંગેની કાર્યવાહી હાલ શરૂ કરી દેવામાં આવી હતી. કહેવાય છે કે ગુજરાત રાજય ખુબ જ પ્રગતિશીલ અને વિકાસની હરણફાળ દોડમાં અગ્ર ક્રમે આવે છે. પરંતુ કયાંકને કયાંક ગુજરાતના લોકોની માનસિકતા પણ નબળી જોવા મળે છે જેનો ફાયદો તમામ રાજકીય પક્ષ ઉઠાવી રહ્યા છે.
વાત કરવામાં આવે ચુંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો પછી ભલે તે ભાજપ હોય કે કોંગ્રેસ તે લોકોના મત અંકે કરવા તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરતા હોય છે અને તેમની શું જરૂરીયાત છે તે પણ પુરી કરી પોતાનો સ્વાર્થ સાર્થક કરે છે. વાત કરવામાં આવે તો ગુજરાતના મતદારો પોતાનો કિંમતી મત દારૂ, ભેટ અને પોટલી જેવી ચીજવસ્તુઓમાં વહેંચી દેતા હોય છે પછી ભલે કોઈપણ પક્ષ ગમે તેવા ભ્રામક વચનો અને લોભામણી જાહેરાત કરે તેમાં તેઓ ધ્યાન કેન્દ્રીત કરતા નથી. માત્ર તેમની જે જરૂરીયાત છે તે પૂર્ણ થાય તેટલું જ વિચારતા હોય છે.
દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી ઉતર ગુજરાત હોય મતદારોને તેમના મતની કિંમત સહેજ પણ ખબર નથી જેના પરીણામ સ્વરૂપે અન્ય તમામ રાજકીય પક્ષો તે વાતનો લાભ ઉઠાવતા નજરે પડતા હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જોવાનું એ રહ્યું કે જે રાજકીય પક્ષો ચુંટણી લડશે તે ગુજરાતના નાગરિકોને મત કઈ રીતે અંકે કરશે. આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૪૧.૩૪ ટકા ગુજરાતના ઉમેદવારો પોતાનો મત રોકડ, દારૂ અને ભેટ મળવાની સાથે જ વહેંચી દે છે જેથી યોગ્ય સુકાન સંભાળનાર પક્ષ સતા પર આવતો નથી અને અનેકવિધ તકલીફોનો સામનો પણ એક નજીવી માંગમાં તેઓએ સહન કરવો પડે છે ત્યારે આ વખતની ચુંટણી મહદઅંશે મહત્વપૂર્ણ રહેશે અને ત્યારે એજ જોવાનું રહ્યું કે શું આ વખતની ચુંટણીમાં લોકોનો ઝુકાવ કઈ તરફનો હશે વિકાસ કે પછી પોતાની નીજી સ્વાર્થ સંતોષવા માટે.
એડીઆર દ્વારા ગુજરાતની ૨૬ બેઠકો માટે એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મતદારોએ રોજગારીની સારી તકોને ટોચની પ્રાથમિકતા આપી હતી. કહેવાય છે કે દર ચુંટણીમાં રોજગારીનો મુદ્દો ઉછેડવામાં આવતો હોય છે ત્યારે ગુજરાત એકમાત્ર અન્ય રાજયોની સરખામણીમાં એવું રાજય છે જેમાં રોજગારીનો પ્રશ્ર્ન નથી હા, કવોલીટી એમ્પ્લોયમેન્ટ ગુજરાત રાજય ઈચ્છી રહ્યું છે અને જો તે પક્ષ દ્વારા પુરુ કરવામાં આવે તો ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં પણ વેગ મળી શકશે. ૪૬.૮૦ ટકા લોકોએ રાષ્ટ્રીય સ્તર ઉપર રોજગારીને પ્રાધાન્ય આપ્યું છે. જયારે ગુજરાતમાં ૪૨.૬૮ ટકા લોકોએ રોજગારીને પ્રાધાન્ય આપ્યું છે જેમાં ગુજરાતના ૬૭.૧૨ ટકા લોકોએ પીવાનું પાણી, સારી હોસ્પિટલ, આરોગ્ય સેવા સહિતની સેવાને અગ્રતા ગણાવી છે.
ગ્રામીણ વિસ્તારમાં ટોચની ૩ પ્રાથમિકતામાં પ્રથમ પ્રાથમિકતા ખેતી હતી જેમાં ૪૬ ટકા લોકોએ સિંચાઈને ટોચની પ્રાયોરીટી ગણાવી હતી જેમાં કૃષિ લોન માટે ૪૫ ટકા લોકો આ સર્વેમાં જોડાય અને લોન માફી અંગેની પણ માહિતીઓ આપવામાં આવી હતી. સર્વેમાં મતદારોની વર્તણુક પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું જેમાં ૭૫.૧૧ ટકા મતદારોએ જણાવ્યું હતું કે, ઉમેદવાર માટે મત આપતી વખતે તે મુખ્યપ્રધાનના ઉમેદવારને ધ્યાનમાં રાખી મત અંકે કરતા હોય છે. એ ઉપરાંત ૪૧.૩૪ ટકા ગુજરાતી મતદારોએ જણાવ્યું હતું કે, મત આપતી વખતે લોકોના મત અંકે કરવા રોકડ, દારૂ અને ભેટ સૌથી મહત્વનું પરીબળ બની રહ્યું છે ત્યારે આ વખતની ચુંટણીમાં પણ શું આ પરીબળ કામ કરશે કે કેમ ?