ઉમરગામથી હિંમતનગર જતા રૂપાણીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ
ગુજરાત સરકાર પાસે રહેલા ચોપર અને પ્લેન ૧૦થી વધુ વર્ષથી જુના હોવાના કારણે મુખ્યપ્રધાન સહિતના નેતાઓને જીવના જોખમે પ્રવાસ ખેડવો પડે છે. હાલમાં મહારાષ્ટ્રમાં પણ બનાવ બન્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન ફડનવીસનું હેલીકોપ્ટર લાતુરમાં ક્રેસ થયું હતું. આ ઘટનાના બે દિવસ બાદ હવે ગુજરાતમાં મુખ્યમંત્રી ‚પાણીના ચોપરમાં પણ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. ‚પાણી તેના પર્સનલ સેક્રેટરી શૈલેષ માંડલીયા સાથે ઉમરગામથી હિંમતનગર જઈ રહ્યા હતા ત્યારે ચોપરનું એન્જીન વધુ પડતુ ગરમ થઈ જતા અધવચ્ચે જ લેન્ડીંગ કરવુ પડયું હતું. આ અગાઉ આણંદમાં પણ હેલીકોપ્ટર ઉંડી ન શકતા ‚પાણી અને ગુજરાતના ગવર્નર ઓ.પી. કોહલીને ગાંધીનગર જવા માટે રસ્તાનો ઉપયોગ કરવો પડયો હતો.
આ વાત ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાતના દિગ્ગજો જીવના જોખમે જુના જમાનાના ચોપર અને વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા ચોપરની ખરીદી બાબતે ચુંટણી ઉપર જ વિરોધ પક્ષનો વિરોધ સહન કરવો ન પડે તે માટે નવી ખરીદી કરવામાં આવી રહી નથી અને જીવનું સાહસ ખેડી રહ્યા છે. ગુજરાત સરકાર હવાઈ સફર માટે યોગ્ય સાધનો વિકસાવી રહી ન હોવાથી તેવું લાગી રહ્યું છે કે આ હવાઈ સફર કોઈ દિગ્ગજનો ભોગ લીધા બાદ જ હવે સુધરશે.