રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે.
હવામાન વિભાગના ગત 3 દિવસના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. આજના ગરમીના આકંડા પર નજર કરીએ તો આજે ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું અને રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયુ છે. જ્યારે રાજકોટ અને કંડલામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.
શહેરમાં હોળાસ્ટક જતા જ ગરમીનું પ્રમાણ વધે છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્ત્મ તાપમાન 40 ડિગ્રીએ પોંહચ્યુ છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન હિટવેવની આગાહી આપવામાં આવી છે. સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટ વેવની આગાહી કરી છે.પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવિયર હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચમાં લોકોએ અસહિય ગરમીનો સામનો કરવો પડશે.
સોમવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોધાયો હતો. અમરેલીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી જ્યારે 40.8 ડિગ્રી સાથે મહુવા રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોધાયુ હતુ.