સરગમ કલબ અને વર્ધમાન ગ્રુપની માનવસેવાની સોનામાં સુગંધ ભળી
પૂ.વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયની વિશેષ ઉપસ્થિતિ: લેડીઝ હેલ્થ કલબ પણ શરૂ કરાય
સરગમ ક્લબ દ્વારા અમદાવાદના વર્ધમાન ગ્રુપના સહયોગથી જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદિરની પાછળના ભાગે રાહત દરના દવાખાના ઉપરાંત લેબોરેટરી અને બહેનો માટે હેલ્થ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી જામનગર રોડ વિસ્તારના રહીશોને ઘણી રાહત પહોંચશે.આ સુવિધાનો પ્રારંભ એક ગરિમાભર્યા કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વૈશ્ણવાચાર્ય પુ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમાર મહોદયે કહ્યું હતું કે, સરગમ ક્લબની સેવા પ્રવૃત્તિ અને વર્ધમાન ગ્રુપની સહાયથી સોનામાં સુગંધ ભળી છે અને લોકોને એક સારી સુવિધા મળી છે. વર્ધમાન ગ્રુપે સરગમ ક્લબમાં વિશ્વાસ મુકીને આર્થિક સહયોગ આપ્યો છે જે ઘણી મોટી બાબત છે. પૂ.બાવાશ્રીએ કહ્યું હતું કે,સરગમ ક્લબ અને વર્ધમાન ગ્રુપને માનવ સેવાનો એક અવસર પ્રાપ્ત થયો છે અને આ માટે તેના સંચાલકો અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે જીવન કોમર્શિયલ બેન્કના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, નાગેશ્વર વિસ્તાર ભાગ્યશાળી છે. આજના સમયમાં શિક્ષણ અને તબીબી સેવાઓ મોંઘી બની ગઈ છે ત્યારે આવી સુવિધા લોકોને ઘણી ઉપયોગી અને રાહત પહોંચાડનારી બની રહે છે. આ પ્રસંગે બિલ્ડર હનુભા જાડેજાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
નાગેશ્વર મંદિરની પાછળના ભાગે આ સેવાકીય પ્રવૃત્તિ શરુ કરવા માટે સરગમ ક્લબને અમદાવાદના વર્ધમાન ગ્રુપના સંચાલકો અને દાતા ડો. હરિશભાઇ રતિલાલ મહેતા,પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા ) હેમંતસિંહ જાડેજા, દાનુભા ગુમાનસિન્હ જાડેજા, મિલનભાઈ હરીશભાઈ મહેતા અને કેતનભાઈ ગિરધરભાઈ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમમાં પૂ. બાવાશ્રીના હસ્તે ડો. હરીશભાઈ મહેતા અને ઇલાબેન મહેતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. હરીશભાઈ મહેતા અને કેતનભાઈ પટેલે આવનારા સમયમાં આ જ સ્થળે બહેનો માટે સીવણના ક્લાસ અને કોમ્પ્યુટરના ક્લાસ શરુ કરવામાં આવશે અને તે માટે પણ સરગમને આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. આ જાહેરાતને સૌએ વધાવી લીધી હતી. ડો.હરીશભાઈ મહેતા અને પરિવારે ભૂતકાળમાં પણ ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓ સમયે તથા પાંજરાપોળમાં ઘણું યોગદાન આપ્યું છે.
આ આરોગ્ય સેન્ટર, લેબોરેટરી અને લેડીઝ હેલ્થ ક્લબના સંચાલન માટે તેમજ મેન્ટેનેસ માટે દર મહિને એક લાખ રૂપિયાની જરૂરિયાત રહે છે આ માટે જાણીતા બિલ્ડર જીતુભાઇ બેનાણીએ આ કાયમી ખર્ચ માટેની જવાબદારી સ્વીકારી છે. આ કાર્ય માટે કુ.ધારા જીતેન્દ્રભાઈ બેનાણી ઉપરાંત વિનેશભાઈ આર. ઘોડાસરા, રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડિયા અને અશોકભાઈ જોશીએ પણ સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય ઉપરાંત કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમદાવાદના વર્ધમાન ગ્રુપના ડો.હરીશભાઈ રતિલાલ મહેતા, ઇલાબેન મહેતા, મિલનભાઈ હરીશભાઈ મહેતા, કેતનભાઈ ગિરધરભાઈ પટેલ, દાનુભા ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ(ઘોઘુભા) જાડેજા, બાન લેબના એમ.ડી.મૌલેશભાઈ પટેલ, યુવરાજ માંધાતાસિંહ જાડેજા, અમીધારા ડેવલપર્સના જીતુભાઇ બેનાણી, જીવન બેન્કના એમ.ડી.નરેન્દ્રસિંહ જાડેજા, આજકાલ ગ્રુપના અનિલભાઈ જેઠાણી, અબતક ગ્રુપના સતિષભાઈ મહેતા, ઘંટેશ્વર ગ્રુપના કૃષ્ણરાજસિંહ જાડેજા, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ શેઠ, સરપંચ લઘુભા જાડેજા જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સરગમ કલબના મંત્રી અને બાન લેબના એમ.ડી.મૌલેશભાઈ ઉકાણીએ કર્યું હતું.
રાહતદરના દવાખાનાનું નિર્માણ શહેરીજનો માટે આશિર્વાદ સમાન: શ્રી વૈષ્ણવાચાર્ય
વૈષ્ણવાચાર્ય ઉ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની અંદર સુંદર સંગમ થયું છે. વર્ધમાન ગ્રુપ દ્વારા નિર્મિત દવાખાનાને સરગમ કલબ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. ડો.હરેશભાઈ અને ગુણવંતભાઈના નેતૃત્વમાં જયારે આ દવાખાનું રાહતદરે ચાલશે. મહિલા માટે પણ ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ શહેરીજનોને આશિર્વાદ‚પ રહેશે. વધુને વધુ લોકો આ દવાખાનાનો લાભ લે તે માટે અપીલ કરીએ છીએ. સરગમ કલબ ઘણા વર્ષોથી કાર્યરત છે અને સમાજને લગતા અનેક કાર્યો તેમણે કર્યા છે એ રીતે વર્ધમાન ગ્રુપ મુળ અમદાવાદના સ્થિતના શુભ કાર્યો કરે છે. આ બંને સંસ્થાના સંગમથી આ કાર્ય થાય છે અને આ આયોજન ખૂબ સરળ બને તે માટેની શુભેચ્છા.
સમાજે આપેલ સિધ્ધીનું ઋણ ચૂકવવાનું છે: હરેશભાઈ મહેતા
સમાજે કેટલું આપ્યું છે અને સમાજને હું પાછું આપવું છે એટલે પરમાત્મા જેટલાની સેવા કરવાનો લ્હાવો આપે એ હજી મારે કરવું છે. લોકોને એટલું જ કહેવું છે કે આજના જમાનામાં હેલ્ધી રહેવું એ ખૂબ જ જરૂરી છે અને હેલ્થ માટે નાનામા નાની જાગૃતિ રાખવી એ આયુષ્ય મોટું રહેશે તેવું જણાય છે.
સમાજની બહેનો પગભર બનશે તો દેશનો વિકાસ થશે: ગુણુભાઈ ડેલાવાળા
સગરમ કલબ દ્વારા આયોજીત જામનગર ઉપર નાગેશ્વર મંદિરના સાંનિધ્યની પાછળ સરગમ કલબ દ્વારા ૪૨ તથા ૪૩માં સોપાનનું આયોજન કરવામાં આવે. સરગમ આરોગ્ય સેન્ટર, લેબોરેટરી સેન્ટર અને લેડીઝ હેલ્થ કલબનું પૂ.ગોસ્વામી વ્રજરાજજી મહોદયના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં મુખ્ય સહયોગ વર્ધમાન ગ્રુપના હરીશભાઈ મહેતા, પૃથ્વીસિંહ જાડેજા, દાગુભા જાડેજા, કેતનભાઈ પટેલનો સંપૂર્ણ સહયોગ મળેલ તેમાં લેડીઝ હેલ્થ કેરના સાધનો અને કમ્પ્યુટરના સાધનો શરૂ કરીએ છીએ. ફકત ૧૦ રૂ.૧૦ના રોહતદરે નાગેશ્વરની આસપાસની પ્રજા માટે લાભ મળે તે માટે આ સમાજના હીત માટેના કાર્યો કરી રહ્યાં છે. ઉદ્ઘાટન સમારોહમાં હરેશભાઈ મહેતાએ બીજા બે પ્રોજેકટની જાહેરાત કરી હતી કે બહેનો પગભર થાય તે માટે શિવણ કલાસ અને વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે કમ્પ્યુટર સેન્ટર પણ ખેલવામાં આવશે.