કોગ્રેસની કથની અને કરણીમાં જમીન આસમાન નો તફાવત સાત દાયકાથી અમેઠીના વિકાસમાં રસ જ લેવાયો નથી: રાહુલ સામે મેદાનમાં ઉતરેલા હારૂન રશીદને સપાના નેતાઓનો ટેકો

કોંગ્રેસમાં બે પેઢીથી સમર્થક રહેલા અમેઠીના પરિવારનો જુવાન આ વખતે રાહુલ સામે મેદાનમાં ઉતર્યો છે. અમેઠીના હાજી મોહમ્મદ હારુન  રશીદ કે જેના પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની અમેઠીની ઉમેદવારી તરીકે પ્રબળ અને મુખ્ય સાક્ષી તરીકે કોંગ્રેસના બન્ને નેતાઓના નજીકનો સમર્થક રહેલા હતા. તેના પુત્રને રાહુલ ગાંધી સામે ચુંટણી લડવાની જાહેરાત કરી તમામને ચોંકાવી દીધા હતા.

અમેઠીમાં ગાંધી પરિવાર સામે ઉભા થયેલા નારાજગીની આ વંટોળ જેવા સંજોગો અંગે રશીદે જણાવ્યું હતું કે કોંગ્રેસની કથનીમાં અને કરણીમાં બહુ મોટો ફરક આવી ગયો છે. અને આ વસ્તુ સમજાવવા માટે અમેઠીથી બીજો કોઇ સારો વિસ્તાર ન હોય અમેઠીમાં વકરેલી ગીરીબીનું નગ્ન સત્ય કોઇપણ વ્યકિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ જોઇ શકે છે. મે રાહુલ ગાંધી સામે આ મુદ્દાઓ ઘ્યાન પર અપાવવા માટે જ અને તેનો અમલ માટે ચુંટણી લડવાનું નકકી કર્યુ છે.

હા‚ન રશીદના પિતા મહમ્મદ સુલ્તાન જુના વરિષ્ઠ કોંગ્રેસી નેતા હતા. ૧૯૧૦ માં જન્મેલા મોહમ્મદ સુલતાન જુવાનીમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા. અને ૭૦ વર્ષથી કોંગ્રેસના ટેકેદાર રહ્યા હતા. પણ હવે એવું સ્પષ્ટ બન્યું છે કે પક્ષને અમેઠીના વિકાસમાં કોઇ રસ જ નથી ૭૦ વર્ષ ખુબ લાંબો ગાળો ગયણા. જો અત્યારે આપણે નહિ જાગીએ તો આપણી પરિસ્થિતિ બદલવા કયારેય સમર્થ નહિ બનીએ

મોહમ્મદ સુલતાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ચુંટણી ફોમમાં પણ પ્રબળ ટેકેદાર તરીકે હંમેશા સાથે રહેતા હતા અને નહેરુ પરિવારના સભ્યોને માનભેર વિજેતા બનાવવા નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા. પરંતુ હવે સમગ્ર દેશની જેમ અમેઠીમાં પણ પવન બદલાયો હોય તેમ ગાંધી પરિવારના પ્રબળ ટેકેદારના પુત્ર હારુન રશીદ આ વખતે તેમના પરિવારના બે પેઢી જુના સંબંધો પર પુર્ણ વિરામ મુકીને રાહુલ ગાંધી સામે ચુંટણી લડવા તૈયાર થયાં છે.

હારુન રશીદને કયાં પક્ષમાં જોડાવવાની ઇચ્છા અંગે પુછવામાં આવતા હારુને જણાવ્યું હતું કે હું મારા વિકલ્પ અંગે વિચારી રહ્યો છું, ફરસ્તગંજના ખેડુત પરિવારમાંથી આવતા હારુનને સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓનો પીઠબળ હોવાનું ચર્ચાય રહ્યું છે.કોંગ્રેસના ગઢ અમેઠીમાં યુવરાજ સામે પક્ષના દાયકાઓથી ટેકેદાર રહેલા પરિવાર ના પડકાર ને લઇને અમેઠીમાં ગાંધી પરિવારની સ્થિતિનો ચિતાર મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.