પાણી ચોરી કરતા આસામીને રૂ.૨ હજારનો દંડ: ઈલે. મોટર જપ્ત
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૧૪માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન બે (૦૨) ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો અને ઇલેક્ટ્રિક મોટરની જપ્તિ કરવામાં આવેલ હતી.
આજે વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્ક્વોડ દ્વારા પુજારા પ્લોટ માંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા એક આસામીઓ પાસેથી દંડ પેટે રૂ.૨,૦૦૦/- વસુલ કરવામાં આવેલ હતા તેમજ ગાયત્રીનગર શેરી નં.૧/૧૦ માં અન્ય એક આસામીએ દંડની રકમ ભરવા ઇન્કાર કરતા મોટર જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જે પણ આસામી દ્વારા પાણી ચેકિંગ કરવા દેવામાં ન આવતા વીજીલન્સ ટીમને બોલાવવામાં આવી હતી અને વીજીલન્સ ટીમની હાજરીમાં મોટર જપ્તીની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેક્ટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા.
આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર શ્રી જી.જે.સુતરીયા, શ્રી આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર શ્રી આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયરશ્રી આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેક્ટર શ્રી ડી.કે.વાજા અને ફીટર શ્રી દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.