વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિઘાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યર નો એવોર્ડ
આર.કે. યુનિવર્સિટી આયોજીત બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિઘાર્થીઓએ પોતાનું કૌશલ્ય ઝળકાવીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આર કે યુનિવર્સિટી ના આ વાર્ષિક કાર્યક્રમમાં પ૦૦૦ થી પણ વધુ વિઘાર્થીઓ સહભાગી થયા હતા. વિઘાર્થીઓએ તેમના પર્ફોમેન્ટ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી તથા સૈનિકોને સલામ અને શહીદોને શ્રઘ્ધાંજલી આપી હતી ઉપરાંત સામાજીક સમસ્યાઓ અને તેમના ઉકેલોને સ્કિટ અને માઇમ દ્વારા ખુબ સુંદર રીતે રજૂ કર્યા હતા. સાથે સાથે અદ્રુત સંગીત દ્વારા વિઘાર્થીઓએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. યુનિવર્સિટીના સ્ટાફના તમામ સભ્યોને પણ સાંસ્કૃતિક અને સ્પોર્ટસ ઇર્વેટમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજર રહીને વિઘાર્થીઓનો જોશ વધાર્યો હતો. આ કાર્યક્રમ અગાઉ આર કે યુનિવર્સિટી ખાતે આયોજીત સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેવી કે નૃત્ય, સંગીત, લેખન અને રમત ગમતની સ્પર્ધાઓ જેવી કે ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન વગેરેમાં વિજેતા અને ઉપવિજેતા થયેલા વિઘાર્થીઓને કાર્યક્રમમાં ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આર ક યુનિવર્સિટીના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેટ ડેનીશ પટેલના હસ્તે સમગ્ર વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિઘાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.