સ્વનિર્ભર બનવા મહિલાઓએ ૯૦થી વધુ સ્ટોલ્સમાં વિવિધ વસ્તુઓનું નિર્માણ કર્યું
સતત નવું જ આપવાના ઉમદા હેતુથી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ રાજકોટની રચના થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વિધ કાર્યક્રમો યોજાયો હતો. ત્યારે તા.૨૩ અને ૨૪ માર્ચનાં રોજ મહિલા પાંખ દ્વારા બાલભવન ખાતે મેગા બિઝનેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ આ આયોજનનો મુખ્યં હેતુ મહિલાઓમાં સ્વરોજગાર પ્રત્યે જાગૃતિ વધે આત્મવિશ્ર્વાસ વધે તેમજ મેનેજમેન્ટ સ્ક્રીલ વિકસે તેતો મેગા બિઝનેશ ઈવેન્ટમાં બહેનો દ્વારા ૯૦ થી વધુ સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું વેચાણ તથા ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
અબતક સાથેની વાતચીત દરમિયાન ભાવનાબેન જોષીએ જણાવ્યું હતુ કે અમે ઔદિચ્ય ઝાલાવાડી મહિલા પાંખ દ્વારા બિઝનેસ ફેરનુંઆયોજન તા.૨૩ તથા ૨૪ના રોજ કરવામાં આવ્યું છે બહેનોએ વિવિધ સ્ટોલમાં કપડા, જવેલેરી, હેન્ડીક્રાફટની વસ્તુઓ, ખાણીપીણી સહિતની અનેક ચીજ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે બહેનોને પ્લેટફોર્મ મળી રહે તે સ્વનિર્ભર થાય અને નારી શસકતિકરણ થાય તેમનો આત્મવિશ્ર્વાસ મજબુત થાય તે માટેનું અમોએ આયોજન કર્યું છે. અમને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.