મહારાષ્ટ્ર સહિત ૧૬ ટીમોએ આ ટુર્નામેન્ટમાં લીધો હતો ભાગ
રાજકોટ ખાતે આવેલી જયોતી સીએનસી કંપનીમાં સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ સિઝનમાં નિવૃત કર્મચારીઓ એટલે કે સિનિયર સિટીઝને ભાગ લીધો હતો અને પોતાની જાતની પુરવાર પણ કરી હતી.આ ટુર્નામેન્ટનું આયોજન જયોતી સીએનસી કંપનીના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેના પરીપેક્ષમાં સિનિયર સિટીઝન કલબ દ્વારા તમામ ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરનાર સિનિયર સિટીઝનોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.આ તકે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થનાર અને ખુટતી તમામ મદદ કરનાર દાનવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથોસાથ એક ડિનર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહદેવસિંહ, સુરેશભાઈ કનેરીયા, મયુરસિંહ ઝાલા, કિશોરસિંહ જેઠવા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજનને બિરદાવ્યું પણ હતું. વધુમાં આયોજકો અને દાનવીરો દ્વારા એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે આ પ્રકારનું આયોજન નિયમિત અંતરાળે રાજકોટમાં થવું જોઈએ.
સિનિયર સિટીજન ક્રિકેટ ટૂર્ના.નું આયોજન ખુબ જ સરાહનીય: કિશોરસિંહ જેઠવા
ટેકનીકલ સમિતિના સલાહકાર એવા કિશોરસિંહ જેઠવાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આયોજન પાછળ જે દાનવીરોનો સાથ સહકાર મળવા પામ્યો છે તેને ખરા દિલથી આવકારવામાં આવે છે. કારણકે જો રાજકોટમાં આ પ્રકારના દાનવીર ન હોય તો સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી પ્રવૃતિને સફળતા ન મળી શકે તે માટે હું તમામ સમિતિઓ અને તમામ દાનવીરોને વંદન કરું છું.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે આયોજન કરવામાં આવ્યું અને જયોતી સીએનસી દ્વારા જે સાથ સહકાર સંગઠનને મળ્યો છે તે ખરાઅર્થમાં મહત્વપૂર્ણ સાબિત થયો. વધુમાં રાજકોટ દ્વારા જે વાતાવરણ તમામ ખેલાડીઓ માટે ઉભુ કર્યું તેને પણ દેશના ખુણે-ખુણે વખાણવામાં આવી રહ્યું છે.
ચેમ્પિયન અને રનર્સઅપ ટીમને ખુબ ખુબ અભિનંદન: સુરેશભાઈ કનેરીયા
રાણી તેલના માલિક સુરેશભાઈ કનેરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરાઅર્થમાં સરાહનીય પગલું ગણી શકાય. આ પ્રકારનો વિચાર કોઈપણ લોકો કરતા નથી જેથી મારા મત પ્રમાણે આ પ્રકારના આયોજન જો રાજકોટમાં નિયમિત સમયાંતરે કરવામાં આવે તો સિનિયર સિટીઝનોમાં પણ એક ઉત્સાહની લાગણી પ્રસ્થાપિત થાય અને બીજી તરફ તેઓ પોતાની જાતને સ્વસ્થ પણ રાખી શકે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝન માટે કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો તેમાં રાણી સિંગતેલ સહભાગી પૂર્ણરૂપથી થશે.
આ સિનિયર સિટીજન નહીં પરંતુ યુવા સિનિયર સિટીજન છે: મયુરસિંહ ઝાલા
સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં સિંહફાળો મયુરસિંહ ઝાલાનો માનવામાં આવે છે ત્યારે આ મુદાના પ્રતિઉતરમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ટીમ એફર્ડ છે નહીં કે કોઈ વ્યકિતગત કામગીરી. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝન લોકોની આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે ખેલાડીઓ રમત રમ્યા હતા તે માત્ર સિનિયર સિટીઝન નહીં પરંતુ યુવા સિનિયર સિટીઝન માનવામાં આવે છે. કારણકે યુવાનોને શરમાવે તેવી રમત સિનિયર સિટીઝન દ્વારા રમવામાં આવી હતી તે ખરાઅર્થમાં કાબીલે તારીફ છે. આ પ્રકારની સ્પોર્ટસમેન સ્પીરીટ જોતાની સાથે જ આ પ્રકારનું આયોજન વારંવાર કરવાનું પણ મન થઈ રહ્યું છે.