અમર જયોત, દેશભકિતના ગીતો ગાઈ શહીદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરાય
તા.ર૩મી માર્ચ શહિદ દિન નીમીતે શહેરમાં શદિહ સૈનિક સેવા ટ્રસ્ટ દ્વારા શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમર જયોત સહીત કલાકારોએ દેશ ભકિતના સુર રેલી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
દેશની આઝાદી માટે અનેક જવાનોએ શહિદો પણ સ્વીકારી છે ત્યારે સન ઇ.સ. ૧૯૩૧ ર૩મી માર્ચના રોજ અંગ્રેજી સરકારે ભારતના વીર જવાનો ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજયગુરુ એક સાથે ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા. ત્યારથી ર૩મી માર્ચને ભારતભરમાં શહિદ દિન નીમીતે ઉજવામાં આવે છે.
ત્યારે શહેરમાં પણ શહિદ દિન નીમીતે કોઠારીયા મેઇન રોડ પાસે શહિદ સૈનિક સેવા ટ્રસ્ટ દ્વારા શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજયગુરુ સહીત પુલાવામાં હુમલામાં શહિદી પામેલા સૈનિકોને પણ શહિદ સૈનિક સેવા ટ્રસ્ટ દ્વારા પાઠવામાં આવી હતી.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે કલાકારોએ દેશ ભકિતના ગીતો રજુ કરી લોકોમાં શહિદોને શ્રઘ્ધાજલી પાઠવી હતી.