ગાંધીનગર બેઠક પરથી બાપુ એનસીપીના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણીજંગમાં ઝંપલાવે તેવી અટકળો પર પૂર્ણવિરામ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચુંટણી જંગમાં ઉતરે તેવી ચર્ચા ચાલતી હતી જોકે આજે ખુદ બાપુએ આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દેતા એવી જાહેરાત કરી છે કે હું લોકસભાની ચુંટણી લડવાનો નથી.

કોંગ્રેસ સાથે મન મેળ ન થતા ગત વિધાનસભાની ચુંટણી પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. હાલ તેઓ એક રીતે રાજકીય વનવાસ ભોગવી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતારતા છેલ્લા બે-ત્રણ દિવસથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે એનસીપી ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને બરોબરની ટકકર આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારશે જોકે આજે બપોરે મીડિયા સમક્ષ શંકરસિંહ વાઘેલાએ એવી સતાવાર જાહેરાત કરી હતી કે હું લોકસભાની ચુંટણી લડવાનો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.