અને માર્ચ માસ દરમિયાન તંત્ર દ્વારા કરાયેલી સફળ કાર્યવાહી: ડિવીઝન-૧૦ દ્વારા વેરા અને દંડ પેટે રૂ.૧.૦૫ કરોડથી વધુ અને ડિવીઝન-૧૧ દ્વારા રૂ.૧.૭૪ કરોડથી વધુનો વેરો-દંડ વસુલ્યો
રાજકોટ જીએસટી વિભાગની મોબાઈલ ચેકિંગ સ્કવોર્ડ કે જે હાઈ-વે ઉપર ઈ-વેબીલ વગર પસાર થતી જુદી જુદી વેપારી પેઢીઓની ટ્રકોને ઝડપી વેરા તથા દંડની વસુલાત કરે છે. છેલ્લા ત્રણ માસ દરમિયાન રાજકોટ જીએસટી વિભાગના ડીવીઝન ૧૦ અને ૧૧ની મોબાઈલ ચેકિંગ ટીમો દ્વારા રાજકોટ, મોરબી, કચ્છ અને જામનગર જિલ્લામાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ ચેકિંગ દરમિયાન ઈ-વેબીલ વિનાની તેમજ ડિફેકટીવ ઈ-વેબીલ અંતર્ગત ૧૬૬ જેટલી ટ્રકોને ઝડપી લીધી હતી અને લાખો રૂપિયાના વેરા તથા દંડની વસુલાત કરી છે.
આ અંગેની રાજકોટ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગ ડીવીઝન ૧૦ની મોબાઈલ ચેકિંગ ટીમો દ્વારા ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ચાલુ માર્ચ માસ દરમિયાન ઈ-વેબીલ વીના અને ડિફેકટીવ ઈ-વે બીલ અંતર્ગત ૭૮ જેટલી ટ્રકોને ઝડપી લીધી હતી. જેમાં જાન્યુઆરી માસ દરમિયાન ડીવીઝન ૧૦ની મોબાઈલ ચેકિંગ ટીમે ૩૩ જેટલી સીરામીક ટાઈલ્સ અને સ્ક્રેપ ભરેલી ટ્રકો ડીટેઈન કરી હતી અને રૂ.૭૮.૭૩ લાખના વેરા તથા દંડની વસુલાત કરી હતી.
આ ઉપરાંત ફેબ્રુઆરી માસમાં ૨૩ જેટલી ટ્રકો સીરામીક અને સ્ક્રેપની ડીટેઈન કરવામાં આવી હતી અને રૂ.૩૪.૪૩ લાખના વેરા તથા દંડની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડીવીઝન ૧૦ દ્વારા ચાલુ માર્ચ માસ દરમિયાન ૨૨ જેટલી ઈ-વે બીલ વીનાની ટ્રકો ડીટેઈન કરવામાં આવી હતી અને રૂ.૪૨.૭૨ લાખના વેરા તથા દંડની વસુલાત કરવામાં આવી હતી.
વધુમાં રાજકોટ જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ડીવીઝન ૧૧ની મોબાઈલ ચેકિંગ ટીમો દ્વારા જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન ૮૮ જેટલી ઈ-વે બીલ વીનાની અને ડિફેકટીવ ઈ-વે બીલ અંતર્ગત જુદી જુદી કોમોડીટીના ટ્રકો ઝડપી લેવાયા હતા. જેમાં જાન્યુઆરી માસ દરમિયાન સીમેન્ટ પાઈપ, સીરામીક, ઓટો પાર્ટસ, ફર્નીચર અને બ્રાસ પાર્ટની કુલ ૩૩ જેટલી ટ્રકો ડીટેઈન કરવામાં આવી હતી. આ ટ્રકો કચ્છ અને જામનગર જિલ્લાની વેપારી પેઢીઓની હતી અને રૂ.૮૯.૯૮ લાખનો વેરા તથા દંડની વસુલાત કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત ફેબ્રુઆરી માસ દરમિયાન પણ બ્રાસ પાર્ટ, ટાઈલ્સ, મશીનરી પેપર વેસ્ટ અને પ્લાયવુડની કચ્છ તથા જામનગર વિસ્તારમાંથી ૩૪ ટ્રકો ડીટેઈન કરવામાં આવી હતી અને રૂ.૪૯.૫૯ લાખના વેરા તથા દંડની વસુલાત કરવામાં આવેલ હતી.
જયારે ચાલુ માર્ચ માસ દરમિયાન ડીવીઝન ૧૧ દ્વારા લેમીનેટ સીટસ બ્રાસ સ્ક્રેપ તથા પેપર વેસ્ટ ભરેલી ૨૧ ટ્રકો ડીટેઈન કરવામાં આવી છે અને વેરા તથા દંડ પેટે રૂ.૩૪.૬૧ લાખની વસુલાત કરવામાં આવી છે.