વિશ્વ જળ દિવસ નિમિત્તે રાજકીય આગેવાનો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત
રાજકોટ:૨૨ માર્ચ એ વિશ્ર્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે વિશ્વ આખામાં અત્યારના જળને લઈ અનેકવિધ સમસ્યાઓ અને તકલીફનો સામનો માનવ વસવાટે કરવો પડી રહ્યો છે. ત્યારે જળ દિવસ નીમીતે લોકોએ કેવી રીતે જળને સાચવવું અને તેની સાર સંભાળ લઈ આવનારી પેઢીને જળને લઈ કોઈપણ તકલીફ કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. હાલ ઋતુ બે ઋતુ જેવી થઈ ગઈ છે.
અપુરતો વરસાદ પડવાથી જમીનની ફળદ્રુપતાને પણ ઘણી ખરી અસર પહોંચી છે ત્યારે જળ એ માનવ જીવન માટેનો એક અવિભાજય અંગેની જેમ છે. ત્યારે પાણી અંગેની જાગૃતતા લોકોમાં હાલ જોવા મળતી નથી અને માનવ જીવન દ્વારા પાણીનો ગેરઉપયોગ થતો જોવા મલે છે.
પાણીનું મહત્વ શું તેનો પણ લોકોમાં અભાવ જોવા મળે છે. જેથી માનવ જીવનને જો સ્થિર રહી અને પોતાના અસ્તિત્વને ટકાવવું હશે તો પાણીની ગંભીરતા અને પાણીની મહત્વતા વિશે તેઓએ સજાગ થવું અનિવાર્ય બનશે. ત્યારે અનેકવિધ રાજકીય અને કહી શકાય કે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરી હતી.
પાણીની બચત કરવી તે માનવ જીવનનો ધ્યેય હોવો જોઈએ: બંછાનિધિ પાની
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ ‘અબતક’ સાથે વિશ્વ જળ દિવસ નિમિત્તે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટની જનતાનો આભાર માનુ છું કે તેઓને પાણી વિશે ખુબજ સજાગતા છે. જે રીતે આજી અને ન્યારીમાં નર્મદાના નીર આવ્યા છે ત્યારે લોકો દ્વારા તેની સાર-સંભાળ અને તેની કાળજી પણ રાખવામાં આવી રહી છે. ઘણા-ખરા અંશે લોકો દ્વારા જે બગાડ થતો હોય છે.
તેને ઘટાડવાની માત્ર જરૂર છે અને વેસ્ટ વોટરનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પણ શિક્ષણ હોવું જરૂરી છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના લોકો આરઓનો ખૂબજ વપરાશ કરતા હોય છે જેમાં ખરાબ પાણી જે લોકો સમજે છે જે પાણી ચોખ્ખુ હોવા છતાં પણ તેનો ગેરઉપયોગ થતો જોવા મળે છે અને રોડ ઉપર અથવા શહેરમાં તેને ઠલવી દેવામાં આવે છે.
ત્યારે જો આ પાણીને કરવામાં આવે તો પાણીનો જે બગાડ થાય છે તે બગાડ ન થાય અને પાણીની બચત પૂર્ણત: થઈ શકે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો રાજકોટના લોકો આ અંગે સજાગ કે જાગૃત નહીં થાય તો આવનારો સમય દૂર નથી જયાં તેઓએ વિકટ સમસ્યા પાણીને લઈ તેનો સામનો કરવો પડશે. પરંતુ ઘણા અંશે રાજકોટના લોકોમાં પાણીને લઈ જાગૃતતા પ્રસ્થાપિત થઈ છે એટલે કે આગામી સમયમાં પણ પાણીનો યોગ્ય અને પુરતો ઉપયોગ થશે તે વાત પણ માનવામાં આવી રહી છે
પાણીનું મહત્વ અમુલ્ય: ગોવિંદભાઈ પટેલ
રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાણીનું મહત્વ અતુલ્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોક વાહીકા છે કે, ત્રીજુ વિશ્વ યુદ્ધ પાણીને લઈ થશે ત્યારે તે વાતની પણ પુષ્ટી થઈ રહી છે કે, પાણીનો બગાડ અને તેના વપરાશમાં જે જાગૃતતા હોવી જોઈએ તે ન હોવાથી પાણીને લઈ અનેકવિધ ગંભીર સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, પહેલા કહેવામાં આવ્યું હતું કે, પાણી પેકેટમાં વેંચાશે ત્યારે હાલની સદીની વાત કરવામાં આવે તો દૂધની સરખામણીમાં પાણી ખૂબજ મોંઘુ થઈ ગયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, લોકો જો આવનારા સમયમાં પાણી વિશે હકારાત્મક અભિગમ નહીં કેળવે તો તેમને અનેકવિધ તકલીફ અને અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડશે જેથી માનવ હિતમાં એ જ છે કે, પાણીનો પૂર્ણત: બચાવ થાય અને તેનો ઉપયોગ સમજી-વિચારી કરવામાં આવે.
જીવનનો સમગ્ર આધાર જળ ઉપર: ધનસુખ ભંડેરી
વિશ્ર્વ જળ દિવસ નિમિત્તે ‘અબતક’ સાથેની વાતચીતમાં ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કહ્યું હતું કે, જળ એ જીવનનો સમગ્ર આધાર છે. લોકો જળની ગંભીરતા સમજવામાં ખૂબજ નિષ્ફળ સાબીત થયા છે. જેના કારણે તેઓએ અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જળ એ પ્રભુ એટલે કે ઈશ્ર્વરનો પ્રસાદ સમાન છે. જેથી તેની જાળવણી અને જળની સાર-સંભાળ લેવી એ પણ માનવ જીવન માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.
જો માનવ જીવન પાણી વિશે સજાગ નહીં રહે તો આવનારો સમય ખૂબજ કપરો બની રહેશે. ત્યારે લોકોએ પાણીની ગંભીરતાને ધ્યાને લેવાની જરૂર છે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, લોકો ઈશ્ર્વરની પૂજામાં પણ જળનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ ખૂબજ ઓછી માત્રામાં કરવામાં આવતો હોય છે તેવી જ રીતે લોકોએ ભગવાનને જે રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે તેને ધ્યાને લઈ પાણીનો વપરાશ ખૂબજ નિયંત્રીત રીતે કરવો જોઈએ જેથી પાણીનો બચાવ થઈ શકે.
‘જળ’ માનવ જીવનની ખૂબ જ મોટી રૂરીયાત: કમલેશ મીરાણી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, હું ‘અબતક’ના માધ્યમથી સમગ્ર જનતાને જળ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને જળનું મહત્વ માનવ વસવાટમાં શું છે તે પણ અતિ મહત્વપૂર્ણ બાબત માનવામાં આવી રહી છે. ત્યારે જે રીતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ નપાણીયા રાજકોટને પાણીદાર કર્યું ત્યારે રાજકોટવાસીઓને જવાબદારીમાં વધારો થયો છે કારણ કે રાજકોટના લોકોએ હવે જળનું કઈ રીતે ધ્યાન રાખવું તેનો કઈ રીતે બચાવ કરવો તે આવશ્યક બની રહ્યું છે.
જેથી રાજકોટવાસીઓને આવનારા સમયમાં પાણીને લઈ કોઈ કપરી સમસ્યાનો સામનો ન કરવો પડે તે હેતુથી રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ ‚પાણી દ્વારા નર્મદાના નીર રાજકોટના જીવન સ્ત્રોત સમા આજી ડેમ અને ન્યારી ડેમમાં ઠાલવ્યા છે. કયાંકને કયાંક માનવામાં આવે છે કે ‚પાણી સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ માટે પાણી એ ખૂબજ અમુલ્ય છે અને વિશ્ર્વાસ છે કે, રાજકોટની પ્રજા પાણીની જાળવણી અને તેના સંગ્રહમાં કોઈપણ સમયે પીછેહટ નહીં કરે.