મેચમાં તબીબો સહિતના અધિકારીઓ ફટકાબાજી કરશે
રાજકોટ જીલ્લામાં સૌપ્રથમ વખત રાજકોટ હોસ્પિટલ્સ ક્રિકેટ લીગનું આયોજન તા.૨૩-૨૪ માર્ચ, ૨૦૧૯ના વેસ્ટવુડ સ્કુલ, એડીબી હોટેલ સામે, મોરબી રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આ લીગને સફળ બનાવવા માટે ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, સીનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ઉમિયા મોબાઈલ, એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, ધી વેસ્ટવુડ સ્કુલ, ગ્રીન ફયુલરેસ્ટોરન્ટ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ તથા ઈકવીટાસ બેન્કનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. રાજકોટમાં પ્રથમ વખત કોર્પોરેટ કલ્ચરની તમામ હોસ્પિટલના તબીબો-ઉચ્ચ અધિકારીઓ ક્રિકેટના મેદાનમાં ઉતરી આવશે.
આ ક્રિકેટ લીગમાં રાજકોટની નામાંકીત હોસ્પિટલ્સ એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, સીનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના તબીબો, ઓ.ટી.સ્ટાફ, ફ્રન્ટ ઓફિસ સ્ટાફ તેમજ હોસ્પિટલના અન્ય કર્મચારીઓની બનેલી ટીમ ભાગ લેશે. હોસ્પિટલના તબીબો ઈન્જેકશનની સીરીઝ, સ્ટેથોસ્કોપ, સીઝર, એપ્રોન છોડી પહેરી બેટ-બોલ પકડશે. મેચને રસપ્રદ બનાવવા હોસ્પિટલના તબીબો, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.
ક્રિકેટ લીગને સફળ બનાવવા માટે જયદિપ ત્રિવેદી, ડો.નિરવ માનસેતા, ભુષણ જોશી, પિયુષ ચૌહાણ, જાવેદ, છાચર, હેમંત પંડયા જહેમત ઉઠાવી રહેલ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓને ઉપસ્થિત રહેવા વોકહાર્ટ હોસ્પિટલના એચઆર ડીપાર્ટમેન્ટના જયદિપ ત્રિવેદીએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.