પતિ-પત્ની હોય કે પછી લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તેવા યુગલોને મોટાભાગે ખર્ચા બાબતે અને રૂપિયા ખર્ચવા બાબતે ઝગડાઓ થતાં હોય છે. તો તેવા ઝગડાઓને તળવા કેટલાક અગત્યના પગલાઓ લેવા જરૂરી છે જેના દ્વારા પ્રેમ પણ વધે છે તો સાથે સાથે એકબીજા પરની વિશ્વાસ વધુ ગાઢ બને છે.
જ્યાં પતિ-પત્ની બંને વર્કિંગ પરશન હોય ત્યાં કોણ કેટલો ખર્ચ કરે તેનો અંદાજો મેળવવો મુશ્કેલ છે. તેવા સમયે બંનેએ સહમતી દાખવી એક જોઇન્ટ અકાઉન્ટ ખોલાવવું જોઈએ અને એક સમાન રકમ તેમાં મૂકવી જોઈએ અને જે કઈ ઘર ખર્ચ આવે છે તે સમાન ભોગવવાનો વે છે તેના કારણે ઝગડો થવાનો વારો નથી આવતો હોતો.
આ ઉપરાંત તેવા સમયે એક વ્યક્તિગત અકાઉન્ટ પણ રાખવું જોઈએ જે તમારા વ્યક્તિગત ખર્ચ માટે હોય જેમાં તમારી પ્રાઈવેસી પણ જળવાઈ રહે છે.
બંનેનું જોઇન્ટ અકાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ બાદ એક એવું પણ એકાઉન્ટ રાખવું જોઈએ જેમાં બને સાથી એવી રકમ જમા કરાવે જે મુશ્કેલ્લી કે માંદગીના સમયે કામ આવે અને તેને માટે એક સાથે અથવા તો સગવડતા પ્રમાણે તેમાં યોગ્ય રકમ જમા કરાવતા રહે. આ રીતે બચત પણ થશે અને આર્થિક સગવડતા પણ જળવાઈ રહે છે.